અમરેલી જિલ્લાની ચાર નગરપાલિકાઓમાં આજે નવા પ્રમુખની વરણી થશે. લાઠી, ચલાલા, રાજુલા અને જાફરાબાદ નગરપાલિકામાં મહિલા પ્રમુખની પસંદગી કરવામાં આવશે. પ્રાંત અધિકારી કક્ષાના અધિકારીઓના અધ્યક્ષ સ્થાને આ ચૂંટણી પ્રક્રિયા યોજાશે. ભાજપ દ્વારા તમામ નગરપાલિકાઓમાં મેન્ડેટ આપવામાં આવશે. રાજુલા નગરપાલિકામાં જ્યોતિબેન મયુરભાઈ દવે અને જાફરાબાદમાં રવીનાબેન પ્રફુલભાઇ બારૈયાનું નામ આગળ ચાલી રહ્યું છે. લાઠી નગરપાલિકામાં દયાબેન ચેતનભાઈ જમોડ પ્રમુખ બની શકે છે. ચલાલા નગરપાલિકામાં બે નામ સામે આવ્યા છે. નયનાબેન વનરાજભાઈ વાળા અથવા ભૂમિબેન જયરાજભાઇ વાળામાંથી એકની પસંદગી થશે. અહીં કાઠી ક્ષત્રિય સમાજમાંથી પ્રમુખની નિમણૂક થવાની શક્યતા વધુ છે. તમામ નગરપાલિકાઓમાં ભાજપના કાર્યકર્તાઓએ આયોજન પૂર્ણ કરી લીધું છે. બપોરે 4 વાગ્યા સુધીમાં નવા પ્રમુખોની સત્તાવાર જાહેરાત થઈ જશે.