back to top
Homeમનોરંજનએ.આર. રહેમાન સાથે કામ કરી ચૂકેલ સિંગરે કર્યો આત્મહત્યાનો પ્રયાસ:કલ્પના ઊંઘની ગોળીઓ...

એ.આર. રહેમાન સાથે કામ કરી ચૂકેલ સિંગરે કર્યો આત્મહત્યાનો પ્રયાસ:કલ્પના ઊંઘની ગોળીઓ ખાધા પછી ઘરમાં બેભાન હાલતમાં મળી, હાલ તબિયતમાં સુધાર

સાઉથ ઈન્ડસ્ટ્રીની જાણીતી પ્લેબેક સિંગર કલ્પના રાઘવેન્દ્રએ મંગળવારે મોડી રાત્રે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેણે હૈદરાબાદ સ્થિત પોતાના નિવાસસ્થાને ઊંઘની ગોળીઓ ખાઈને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જોકે, પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તેને હોસ્પિટલમાં દાખલ કરી. ગુલ્ટે અને તેલુગુ સિનેમા અનુસાર, કલ્પનાનાં સુરક્ષાકર્મીએ કહ્યું કે તેના ઘરનો દરવાજો બે દિવસથી બંધ હતો. આ કારણે તેણે પડોશીઓ અને રેસિડેન્સ એસોસિએશનના સભ્યોને આ બાબતની જાણ કરી. એસોસિએશને કલ્પના વિશે KPHB પોલીસને જાણ કરી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને દરવાજો તોડીને સિંગરનાં ઘરમાં પ્રવેશ કર્યો. તો ત્યાં તે બેભાન અવસ્થામાં મળી આવી, ત્યારબાદ તેને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. હાલમાં તેમની તબિયતમાં સુધારો થયો છે અને તે વેન્ટિલેટર પર છે. જ્યારે કલ્પનાએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તેનો પતિ ઘરે નહોતો. જોકે, હજુ સુધી એ જાણી શકાયું નથી કે તેણે આ પગલું કેમ ભર્યું? જોકે, KPHB પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. 5 વર્ષની ઉંમરે સિંગિંગ કારકિર્દી શરૂ કરી
કલ્પના રાઘવેન્દ્રએ વર્ષ 2010 માં રિયાલિટી શો સ્ટાર સિંગર મલયાલમ જીત્યો હતો. તેમણે 5 વર્ષની ઉંમરે ગાયન કારકિર્દીની શરૂઆત કરી હતી. 2013 સુધીમાં, લગભગ 1,500 ટ્રેક રેકોર્ડ કરવામાં આવ્યા હતા. તેણે ભારત અને વિદેશમાં 3000થી વધુ સ્ટેજ શો કર્યા છે. વર્ષોથી, તેણે ઇલૈયારાજા અને એ.આર. રહેમાન સહિત અનેક સંગીતકારો સાથે કામ કર્યું છે. કલ્પનાનાં પિતા ટી.એસ. રાઘવેન્દ્ર એક પ્લેબેક સિંગર પણ હતા જેમણે તમિલ સિનેમામાં કામ કર્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments