back to top
Homeસ્પોર્ટ્સઓસ્ટ્રેલિયન માસ્ટર્સે ઈન્ડિયન માસ્ટર્સને 270 રનને ટાર્ગેટ આપ્યો:વડોદરામાં કાંગારુઓએ ભારતીય બોલર્સની ધોલાઈ...

ઓસ્ટ્રેલિયન માસ્ટર્સે ઈન્ડિયન માસ્ટર્સને 270 રનને ટાર્ગેટ આપ્યો:વડોદરામાં કાંગારુઓએ ભારતીય બોલર્સની ધોલાઈ કરી, શેન વોટ્સન-બેન ડંકે તોફાની સદી ફટકારી

વડોદરામાં રમાતી ઈન્ટરનેશનલ માસ્ટર્સ લીગ (IML)ની મેચમાં આજે ભારત અને ઓસ્ટ્રેલિયા માસ્ટર્સ વચ્ચે મેચ રમાઈ રહી છે. જેમાં ઓસ્ટ્રેલિયાના બેટર્સે ભારતીય બોલર્સને બરાબરના ધોયા હતા. ઓસ્ટ્રેલિયા માસ્ટર્સે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં એક વિકેટ ગુમાવીને 269 રન બનાવ્યા. ઇન્ડિયા માસ્ટર્સને હવે મેચ જીતવા માટે 270 રનનો ટાર્ગેટ મળ્યો છે. વડોદરાના કોટંબી સ્ટેડિયમમાં ભારતીય કેપ્ટન સચિન તેંડુલકરે ટૉસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. . પહેલી બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયા માસ્ટર્સની ટીમે 20 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને 269 રન બનાવ્યા. ઓસ્ટ્રેલિયા માસ્ટર્સ માટે શેન વોટસન અને બેન ડંકે સદી ફટકારી. વોટસન 52 બોલમાં 110 રન બનાવીને અણનમ રહ્યો. તો ત્યાં બેન ડંકે 53 બોલમાં 132 રનની તોફાની અણનમ ઇનિંગ રમી. ઈન્ડિયા માસ્ટર્સ તરફથી પવન નેગીએ એકમાત્ર વિકેટ લીધી. બેન ડંક-વોટ્સને તોફાની બેટિંગ કરી
ઓસ્ટ્રેલિયા તરફથી કેપ્ટન શેન વોટ્સન અને શોન માર્શ ઓપનિંગમાં ઉતર્યા હતા. ત્યારે ઓસ્ટ્રેલિયાને પહેલો ઝટકો 33 રનના સ્કોર પર લાગ્યો હતો. પવન નેગીએ શોન માર્શને 22 રનના વ્યક્તિગત સ્કોર પર સ્ટમ્પ્ડ આઉટ કર્યો હતો. આ પછી નંબર-3 પર બેન ડંક રમવા ઉતર્યો હતો. બેન ડંક આવ્યો, ત્યાંથી કાંગારુઓએ ભારતીય બોલર્સની ધોલાઈ શરૂ કરી. બન્નેએ 10 ઓવરમાં ટીમનો સ્કોર 100ને પાર કરાવ્યો હતો. ત્યારે બેન ડંકે માત્ર 23 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. તો કેપ્ટન શેન વોટ્સને 29 બોલમાં ફિફ્ટી ફટકારી. 17મી ઓવરમાં જ કુલ 25 રન ફટકાર્યા
શેન વોટ્સન અને બેન ડંકની જોડીએ 17મી ઓવરમાં કુલ 25 રન ફટકાર્યા હતા. વિનય કુમારની ઓવરમાં શેન વોટ્સન અને ડંકે 4 બાઉન્ડરી ફટકારી હતી. જેમાં એક ફોર અને ત્રણ સિક્સ સામેલ હતી. આ જ ઓવરમાં ટીમે 200 રનનો આંકડો પણ પાર કર્યો. 18મી ઓવરમાં બન્ને બેટર્સે સેન્ચુરી ફટકારી
ઓસ્ટ્રેલિયન ઇનિંગ્સની 18મી ઓવરમાં કેપ્ટન વોટ્સન અને બેન ડંકે સદી ફટકારી હતી. શેન વોટ્સને 50 બોલમાં જ સેન્ચુરી પૂરી કરી હતી. જ્યારે બેન ડંકે 43 બોલમાં પોતાની સદી ફટકારી હતી. આ ઓવર રાહુલ શર્મા નાખી રહ્યો હતો. જેમાં 12 રન આવ્યા હતા. ઇનિંગની છેલ્લી ઓવરમાં 20 રન ફટકાર્યા ને 270 રનનો ટાર્ગેટ આપ્યો
શેન વોટ્સન અને બેન ડંકની જોડીએ છેલ્લી ઓવરમાં 20 રન ફટકાર્યા હતા. બન્નેએ વિનય કુમારની ઓવરમાં બે સિક્સ અને એક ફોર ફટકારી હતી. બન્નેએ કુલ 236 રનની પાર્ટનરશિપ કરી હતી. ભારત તરફથી વિનય કુમારે સૌથી વધુ 4 ઓવરમાં 73 રન આપ્યા હતા. આ દરમિયાન તેની ઇકોનોમી 18.20ની રહી હતી. તો લોકલ બોય ઈરફાન પઠાણે 2 ઓવરમાં 15.50ની ઇકોનોમીથી 31 રન આપ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments