back to top
Homeમનોરંજન'ખૂબ જ ઉદાસ, ડિપ્રેસ અને ડરેલો છે':વિવાદ બાદ સમય રૈનાની ખરાબ હાલત,...

‘ખૂબ જ ઉદાસ, ડિપ્રેસ અને ડરેલો છે’:વિવાદ બાદ સમય રૈનાની ખરાબ હાલત, કોમેડિયનના ભાઈબંધે કહ્યું- મારાથી નથી જોઈ શકાતું

‘ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટ’ શો પરનો વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. હોસ્ટ સમય રૈનાએ તેની યુટ્યૂબ ચેનલ પરથી બધા એપિસોડ દૂર કર્યા, પરંતુ હજુ પણ તેની ટીકાઓ થઈ રહી છે. યુટ્યૂબર શ્વેતાભ ગંગવારે ખુલાસો કર્યો કે સમય આ આખી ઘટનાથી ખૂબ જ ડરી ગયો છે અને દુઃખી છે. શ્વેતાભે વીડિયોમાં જાણાવ્યું કે તેણે તાજેતરમાં સમય સાથે ફોન પર વાત કરી હતી, તે એકદમ ભાંગી પડ્યો છે અને નારાજ લાગી રહ્યો હતો. જોકે, તેના મિત્રએ આ વીડિયો ડિલીટ કરી દીધો છે. શ્વેતાભે કહ્યું, ‘ભાઈ, તે ખૂબ જ તૂટી ગયો છે. જ્યારે વિવાદ શરૂ થયો ત્યારે મને હજુ પણ તેમનામાં જૂનો સમય દેખાતો હતો, પરંતુ જ્યારે મેં છેલ્લી વાર તેમની સાથે વાત કરી ત્યારે તે ખૂબ જ ઉદાસ, ડિપ્રેસ અને ડરેલો લાગ્યો.તેણે એમ પણ કહ્યું કે તે પોતે પણ સોશિયલ મીડિયાથી દૂર થઈ ગયો છે કારણ કે તેને લાગી રહ્યું છે તે સમયનો ખુલ્લીને સ્પોર્ટ કરી શકતો નથી. હું ઇમોશનલી રીતે થાકી ગયો હતો, મારા મિત્રને આ હાલતમાં જોઈ શકતો નથી. અન્ય પેનલિસ્ટ પણ મુશ્કેલીમાં છે
શ્વેતાભે જણાવ્યું કે વિવાદાસ્પદ એપિસોડમાં સામેલ અન્ય પેનલિસ્ટ, જેમાં રણવીર અલ્લાહબાદિયા, અપૂર્વા અને આશિષ ચંચલાનીનો સમાવેશ થાય છે, તેઓ પણ આ વિવાદથી નારાજ છે. રણવીર અલ્લાહબાદિયાને સુપ્રીમ કોર્ટે રાહત આપી, તે શો શરૂ કરી શકશે ‘ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટ’ શોમાં માતા-પિતા પર અપમાનજનક ટિપ્પણીઓના વિવાદ બાદ, સમય રૈના, રણવીર અલ્લાહબાદિયા સહિત ઘણા લોકો વિરુદ્ધ દેશના ઘણા શહેરોમાં FIR દાખલ કરવામાં આવી હતી. આ પછી, અલ્લાહબાદિયાના પોડકાસ્ટ ‘ધ રણવીર શો’ અને ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ બંધ કરવામાં આવ્યો. સુપ્રીમ કોર્ટે સોમવારે યુટ્યુબર રણવીર અલ્લાહબાદિયાને તેમનો પોડકાસ્ટ ‘ધ રણવીર શો’ ફરીથી લોન્ચ કરવાની મંજૂરી આપી. કોર્ટે એક શરત મૂકી કે તે પોતાના શોમાં કંઈપણ અશ્લીલ નહીં બતાવે. સુપ્રીમ કોર્ટે 3 શરતો મૂકી શું છે વિવાદાસ્પદ શો ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’?
‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ એ સ્ટેન્ડ-અપ કોમેડિયન સમય રૈનાનો શો હતો. તે હાલમાં બંધ છે. આ શોમાં બોલ્ડ કોમેડી કન્ટેન્ટ હતું. આ શોના વિશ્વભરમાં 7.3 મિલિયનથી વધુ સબ્સ્ક્રાઇબર્સ હતા. આ વિવાદાસ્પદ એપિસોડ 8 ફેબ્રુઆરીના રોજ યુટ્યુબ પર રિલીઝ થયો હતો. આમાં માતા-પિતા અને મહિલાઓ વિશે વાંધાજનક વાતો કહેવામાં આવી હતી. શોના દરેક એપિસોડને યુટ્યુબ પર સરેરાશ 20 મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા હતા. સમય અને બલરાજ ઘાઈ સિવાય આ શોના ન્યાયાધીશો દરેક એપિસોડમાં બદલાય છે. દરેક એપિસોડમાં, એક નવા સ્પર્ધકને પરફોર્મ કરવાની તક મળે છે. સ્પર્ધકને તેની પ્રતિભા દર્શાવવા માટે 90 સેકન્ડનો સમય આપવામાં આવે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments