back to top
Homeભારતતેલંગાણા ટનલ અકસ્માત, ક્ષતિગ્રસ્ત કન્વેયર બેલ્ટ ફરીથી ચાલુ:દર કલાકે 800 ટન કાટમાળ...

તેલંગાણા ટનલ અકસ્માત, ક્ષતિગ્રસ્ત કન્વેયર બેલ્ટ ફરીથી ચાલુ:દર કલાકે 800 ટન કાટમાળ કાઢી શકાશે; 8 મજૂરોના રેસ્કયૂનો 11મો દિવસ

તેલંગાણાના નાગરકુર્નૂલમાં શ્રીશૈલમ લેફ્ટ બેંક કેનાલ (SLBC) ટનલનો એક ભાગ 22 ફેબ્રુઆરીના રોજ તૂટી પડ્યો હતો. આ દરમિયાન, ટનલમાં રહેલા કન્વેયર બેલ્ટને પણ નુકસાન થયું હતું. 11 દિવસ બાદ, રેસ્ક્યૂમાં કાર્યરત ટીમે તેને રીપેર કરી લીધો છે. હવે દર કલાકે ટનલમાંથી 800 ટન કાટમાળ કાઢી શકાશે. ટનલમાં કામ કરતા 8 મજુરોનો હજુ સુધી સંપર્ક થયો નથી. અધિકારીઓએ જણાવ્યું હતું કે ગ્રાઉન્ડ પેનિટ્રેટિંગ રડાર (GPR) દ્વારા જે સ્થળોએ મજુરોની હાજરી મળી આવી હતી ત્યાં ડ્રિલિંગ ચાલી રહ્યું છે. કાટમાળ અને પાણી કાઢવામાં આવી રહ્યું છે. આ GPR સર્વે હૈદરાબાદ ખાતેની નેશનલ જીઓફિઝિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (NGRI) દ્વારા હાથ ધરવામાં આવ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના પ્રતિનિધિઓ પણ રેસ્ક્યૂ ઓપરેશનમાં જોડાયા છે. ઘટના બાદથી NDRF, SDRF, સેના, દક્ષિણ મધ્ય રેલ્વે, રેટ માઈનર્સ અને અન્ય રેસક્યૂ એજન્સીઓ ઓપરેશનમાં લાગેલી છે. રેસક્યૂ ઓપરેશન સંબંધિત ફોટા… SLBC પ્રોજેક્ટમાં 800 લોકો કામ કરી રહ્યા છે, ઘણા મજુરો કામ છોડવા લાગ્યા અહેવાલો અનુસાર, અકસ્માત બાદ ટનલમાં કામ કરતા કેટલાક મજુરો ડરના કારણે પોતાનું કામ છોડીને ચાલ્યા ગયા છે. એક સીનિયર સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે શ્રીશૈલમ લેફ્ટ બેંક કેનાલ (SLBC) પ્રોજેક્ટ પર 800 લોકો કામ કરી રહ્યા છે. આમાંથી 300 સ્થાનિક છે અને બાકીના ઝારખંડ, ઓડિશા અને ઉત્તર પ્રદેશના છે. અધિકારીએ એમ પણ કહ્યું કે શરૂઆતમાં કામદારોમાં ચોક્કસપણે ડર હોય છે. જો કે, કંપનીએ તેમના માટે રહેણાંક કેમ્પ બનાવ્યા છે. કેટલાક પાછા જવા માંગશે, પરંતુ અમારી પાસે બધા મજુરો એકસાથે ગયા હોવાના કોઈ અહેવાલ નથી. ફસાયેલા લોકોના સંબંધીઓએ કહ્યું- અંદરથી કોઈ સમાચાર નથી ટનલની અંદર ફસાયેલા પંજાબના ગુરપ્રીત સિંહના કાકાએ કહ્યું કે આજે 7 દિવસ થઈ ગયા છે. અંદરના કોઈ સમાચાર નથી. અમે સરકારને વિનંતી કરીએ છીએ કે તેઓ અમને જલ્દી જણાવે કે તેમને ક્યારે બહાર કાઢવામાં આવશે. તેમણે કહ્યું કે ગામમાં અમારા પરિવારના સભ્યો ચિંતિત છે અને તેઓ ખાતા પણ નથી. અમે ટનલની અંદર જઈને પરિસ્થિતિ જોવા માંગતા હતા. મને અંદર જવા દેવામાં આવી રહ્યો નથી. તેઓ કહી રહ્યા છે કે જે ટીમો અંદર જઈ રહી છે તેઓ જણાવશે કે અંદર શું ચાલી રહ્યું છે. ઝારખંડના સંતોષ સાહુના સંબંધી સરવને જણાવ્યું કે 22 ફેબ્રુઆરીએ માહિતી મળી કે મારા સાળા ટનલમાં ફસાઈ ગયા છે. આ ઘટનાને 7 દિવસ થઈ ગયા છે પણ અમને કોઈ માહિતી મળી નથી કે તે ઠીક છે કે નહીં. અમે લોકો રાહ જોઈ રહ્યા છીએ કે તે ક્યારે બહાર આવશે અને તેમને ઘરે લઈ જશે. તેલંગાણા સરકાર કામ કરી રહી છે. અમે તેલંગાણા સરકારને વિનંતી કરીએ છીએ કે તેઓ શક્ય તેટલી વહેલી તકે તેમને બહાર કાઢે. અમારી ઝારખંડ સરકારે પણ અહીં બે અધિકારીઓ મોકલ્યા છે. આ લોકો પણ મદદ કરી રહ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments