દ્વારકાની વતની અને હાલમાં અમદાવાદમાં અભ્યાસ કરતી દિયા વિરલકુમાર કક્કડે CA ઇન્ટરમીડીએટ પરીક્ષામાં ઉત્કૃષ્ટ પરિણામ મેળવ્યું છે. દિયા ઓખા મંડળના જાણીતા પત્રકાર દામોદરભાઈ ઝાખરીયાની દોહિત્રી અને યુવા પત્રકાર હસિત ઝાખરીયાની ભાણેજ છે. દિયાના પિતા વિરલભાઈ ખાનગી ક્ષેત્રમાં કાર્યરત છે. તેમની માતા કિનલબેન ગૃહિણી છે. દિયાએ ધોરણ 12 કોમર્સમાં A ગ્રેડ મેળવ્યો હતો. ત્યારથી જ તેણે CA બનવાનો દૃઢ નિર્ધાર કર્યો હતો. CA ફાઉન્ડેશન પરીક્ષામાં પણ તેણે ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો. હવે CA ઇન્ટરમીડીએટમાં પણ સફળતા મેળવી તેણે પોતાના સપનાને સાકાર કરવાની દિશામાં મહત્વનું પગલું ભર્યું છે. આ સિદ્ધિ સાથે તેણે કક્કડ અને ઝાખરીયા પરિવાર ઉપરાંત સમગ્ર ઓખા મંડળના રઘુવંશી સમાજનું નામ રોશન કર્યું છે. બરડા સર્કિટના વિકાસ માટે રૂ. 40 કરોડનો ખર્ચ કરવામાં આવશે ગુજરાત વિધાનસભામાં પ્રવાસન મંત્રી મૂળુ બેરાએ રાજ્યના પ્રવાસન ક્ષેત્રે થયેલી પ્રગતિની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલા ‘ખુશ્બૂ ગુજરાત કી’ કેમ્પેઇનના કારણે દેશ-વિદેશના પ્રવાસીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ગત વર્ષે 18 કરોડથી વધુ પ્રવાસીઓએ ગુજરાતની મુલાકાત લીધી હતી. બરડા સર્કિટના વિકાસ માટે રૂ. 40 કરોડનો ખર્ચ કરવામાં આવશે. આ અંતર્ગત નવલખા સૂર્ય મંદિર, ઘુમલી, આશાપુરા મંદિર, સોનકંસારી ડેરા સુધીનો પાથ-વે, મોડપર કિલ્લો અને જાંબુવંતીની ગુફાનો વિકાસ કરાશે. કિલેશ્વર મહાદેવ મંદિર પરિસરના વિકાસ માટે રૂ. 18.44 કરોડની દરખાસ્ત વિચારણા હેઠળ છે. પોરબંદર જિલ્લામાં કર્લી (મોકરસાગર) રિચાર્જ જળાશયને રૂ. 200 કરોડના ખર્ચે પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે. વડાપ્રધાને તેનું ખાતમુહૂર્ત કર્યું છે. અહીં મોટી સંખ્યામાં વિદેશી પંખીઓ આવે છે. રૂ. 40.38 કરોડના ખર્ચે અસમાવતી રિવરફ્રન્ટનું કામ પૂર્ણ કરી છાયા નગરપાલિકાને સોંપવામાં આવ્યું છે.પોરબંદરમાં ગાંધી કોરિડોરના વિકાસ માટે વર્ષ 2025-26ના બજેટમાં રૂ. 2.50 કરોડની જોગવાઈ સૂચવવામાં આવી છે. રાજ્યના વિવિધ બીચના વિકાસ માટે રૂ. 20 કરોડની ફાળવણી કરવામાં આવી છે, જેમાં પોરબંદર જિલ્લાના વિસાવડા અને મિયાણી બીચનો સમાવેશ થાય છે.