પોરબંદર શહેરમાં બિરલા સ્કૂલની પાછળના બાવળના જંગલમાં આજે(5 માર્ચ) બપોરે આગ લાગવાની ઘટના બની છે. ભારે પવનને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. આગની જ્વાળાઓ બિરલા કોલોનીના રહેણાક વિસ્તાર સુધી પહોંચી જતાં તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવ્યાં છે. ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. જોકે, તેજ પવનને કારણે આગને કાબૂમાં લેવાનું મુશ્કેલ બન્યું છે. બિરલા કોલોનીના રહીશોને સલામત સ્થળે ખસેડાયા
સુરક્ષાના ભાગરૂપે બિરલા સ્કૂલમાંથી મહત્ત્વના દસ્તાવેજો બહાર કાઢી લેવામાં આવ્યા છે. બિરલા કોલોનીના રહીશોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. વધુમાં, ઘરોમાંથી ગેસ સિલિન્ડરો પણ બહાર કાઢી લેવામાં આવ્યા છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ઉલ્લેખનીય છે કે, પોરબંદરના ઓળદર નજીક આવેલા જુરીના જંગલમાં વારંવાર આગની ઘટનાઓ બનતી રહે છે. આ ઘટના સ્થાનિક લોકોમાં ચિંતા અને ચર્ચાનું કારણ બની છે.