માસ્ટરબ્લાસ્ટર સચિન તેંડુલકર છેલ્લા છ દિવસથી વડોદરાના મહેમાન બન્યા છે. સચિન તેંડુલકર 14 વર્ષની ઉંમરે વડોદરાના મહેમાન બન્યા હતા. જોકે, સચિન તેંડુકલર 1987ની યાદો આજે પણ ભૂલ્યા નથી. સચિને પોતાની યાદો તાજી કરતો વીડિયો સાશિયલ મીડિયામાં શરે ક્યો છે. જેમાં તેઓએ પોતાની મોતીબાગ ક્રિકેટ ગ્રાઉન્ડ સાથેની પોતાની યાદો વાગોળી હતી. હું 14 વર્ષની ઉંમરે વડોદરા આવ્યો હતો
વડોદરા શહેરના મોતીબાગ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આવેલા સચિન તેંડુલકરે પોતાની જૂની યાદોને વાગોળતા કહ્યું હતું કે, I am in baroda. તમે પાછળ જે ગ્રાઉન્ડ જોઈ રહ્યા છો. જ્યાં હું 14 વર્ષની ઉંમરનો હતો, ત્યારે મુંબઇની રણજી ટીમ સાથે પહેલાં આવ્યો હતો. તે વખતે હું મુંબઇની 14 સભ્યની ટીમનો ભાગ હતો. આ મોતીબાગ ગ્રાઉન્ડ છે. આ અમારો ડ્રેસિંગ રૂમ હતો. આજે મારી યાદો તાજી થઈ ગઈ છે. આજે પણ મને યાદ છે કે, અહીં સામિયાણો લગાવેલો હતો. મેચ જોવા માટે મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા. આજે હું અહીં અલગ કારણથી આવ્યો છું. વર્ષ 2009માં ઓસ્ટ્રેલિયા સામે વન ડે મેચ રમ્યા હતા
સચિન તેંડુલકર 25 ઓક્ટોબર 2009ના રોજ ઓસ્ટ્રેલિયા સામે વડોદરામાં વન ડે મેચ રમ્યા હતા. તે સમયે તેઓએ 29 બોલમાં બે ચોગ્ગાની મદદથી 14 રન બનાવ્યા હતા. ત્યાર બાદ તેઓ મુંબઇની ટીમ સાથે રણજી મેચ રમવા માટે વડોદરા આવ્યા હતા. તે સમયે તેઓ મોતીબાગ ક્રિકેટ ગ્રાઉન્ડમાં મેચ રમ્યા હતા. તે સમયની યાદો સચિનને આજે પણ યાદ છે. આજે ઇન્ડિયા માસ્ટર્સ અને ઓસ્ટ્રેલિયા માસ્ટર્સ વચ્ચે મેચ
વડોદરાના કોટંબી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિમય ખાતે ઇન્ટરનેશનલ માસ્ટર્સ લીગ શરૂ ચાલી રહી છે. જેમાં આજે સાંજે 7:30 વાગ્યે ઇન્ડિયા માસ્ટર્સ અને ઓસ્ટ્રેલિયા માસ્ટર્સ વચ્ચે મેચ રમાવાની છે. સાઉથ આફ્રિકા માસ્ટર્સ સામેની મેચમાં સચિન માત્ર 6 રન બનાવી શક્યા હતા. જેથી આજની મેચમાં સચિન સારૂ પરફોર્મ કરે તેવી આશા તેમના ચાહકો રાખી રહ્યા છે. આજે મોટી સંખ્યામાં સચિન તેંડુલકરના ચાહકો મેચ જોવા જવાના છે. મોતીબાગ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે મેચની પ્રેક્ટિસ કરી હતી
ઇન્ડિયા માસ્ટર્સની ટીમ હાલ વડોદરામાં ઇન્ટરનેશનલ માસ્ટર્સ લીગમાં રમી રહી છે અને સચિન તેંડુલકર આ ટીમના કેપ્ટન છે. આ સિરીઝ દરમિયાન તેઓ વડોદરાની તાજ વિવાંતા હોટલમાં રોકાયેલા છે. ગત સોમવારના રોજ સચિન તેંડુલકર અને તેમની ટીમનું પ્રેક્ટિસ શિડ્યુલ નહોતું તેમ છતાં સચિન તેંડુલકર તેમની ટીમ સાથે મોતીબાગ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે મેચની પ્રેક્ટિસ માટે પહોંચ્યા હતા અને સતત બે કલાક સુધી પ્રેક્ટિસ કરી હતી અને બીજા દિવસે પણ તેઓ મોતીબાગ ક્રિેકેટ ગ્રાઉન્ડ ખાતે જ પ્રેક્ટિસ માટે ગયા હતા. તેમની યાદો આ ગ્રાઉન્ડ સાથે જોડાયેલી હોવાથી તેમને આ ગ્રાઉન્ડમાં પ્રેક્ટિસ કરવાનું પસંદ કર્યું હતું. યાદો તાજી કરતો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો
ઉલ્લેખનીય છે કે, આજની મેચને લઈને સચિન તેંડુલકરે સતત બે દિવસ સુધી મોતીબાગ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે પ્રેક્ટિસ કરી હતી અને આ દરમિયાન મોતીબાગ ક્રિકેટ ગ્રાઉન્ડ સાથે જોડાયેલી પોતાની યાદોને તાજી કરી હતી અને આ યાદોને તાજી કરતો વીડિયો ઉતાર્યો હતો અને તેને પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર શેર કર્યો છે. આ મેદાનમાં ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચ પણ રમાતી હતી
બરોડા ક્રિકેટ એસોસિએશનની સ્થાપના 1934માં મહારાજા સયાજીરાવ ગાયકવાડે કરી હતી. શરૂઆતમાં લક્ષ્મીવિલાસ પેલેસના કમ્પાઉન્ડ સ્થિત મોતીબાગ ગ્રાઉન્ડમાં મેચો રમાતી હતી. ભૂતકાળમાં આ મેદાન પર ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચ પણ રમાતી હતી. 1963થી 1965 સુધી મહારાજા ફતેસિંહરાવ BCCIના પ્રેસિડેન્ટ તરીકે ફરજ બજાવી ચૂક્યા હતા. આ દરમિયાન તેઓએ ભારતીય ક્રિકેટ ટીમના મેનેજર તરીકે ઇંગ્લેન્ડ અને પાકિસ્તાનનો ખાસ પ્રવાસ પણ કર્યો હતો. બરોડાના ક્રિકેટરોનું ભારતીય ક્રિકેટ માટે ઊંચુ યોગદાન
BCA નેશનલ અને ઇન્ટરનેશનલ ખ્યાતનામ ક્રિકેટરો આપી ચૂક્યું છે. બરોડાના ક્રિકેટરોનું ભારતીય ક્રિકેટ માટે ઊંચુ યોગદાન છે. 1934થી બરોડામાં ક્રિકેટની શરૂઆતથી 2024 સુધીનો ભવ્ય ઇતિહાસ ધરાવે છે. બરોડાની ટીમ 5 વખત રણજી ચેમ્પિયન બની છે.