આજવા અને પ્રતાપપુરા સરોવરની સંગ્રહ શક્તિમાં વધારો કરવા બંને સરોવરને ઊંડા કરવાની કામગીરીનું પાલિકા દ્વારા મંગળવારે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતંુ. 13 સેક્શનમાં ખોદકામ કરીને 15 જૂન સુધી 50 લાખ ક્યૂબિક મીટર માટી કાઢવામાં આવશે. જેને પગલે બંને તળાવમાં 500 કરોડ લિટર પાણીનો સંગ્રહ થઈ શકશે. નોંધનીય છે કે, આજવા અને પ્રતાપપુરા સરોવરને ઊંડું કરવાની કામગીરી એસઓઆર ભાવથી ટેન્ડર મારફતે કરાય તો 50 કરોડનો સંભવિત ખર્ચ થાય. તદુપરાંત સુજલામ સફલામ યોજના અંતર્ગત 60/50 મુજબ કામગીરી આપવામાં આવે તો પણ અંદાજિત 30 કરોડનો ખર્ચ થશે. એજન્સીઓ પોતાની મશીનરીનો ઉપયોગ કરી પોતાના ખર્ચે માટી લઈ જશે. આજથી આજવા સરોવરમાં 40 જેસીબી ખોદકામ કરાશે, 93 ડમ્પરો માટી લઇ જશે
આજવા સરોવરની 10 લાખ ચોમી ક્ષેત્રફળમાં 1.5 મીટરથી 2 મીટર સુધી ઊંડું કરવા માટે 6 એજન્સી 28 હિટાચી પોક્લેન, 40 જેસીબી અને 93 જેટલા ડમ્પરની મદદથી અંદાજે 15થી 20 લાખ ઘન મીટર માટી કાઢવામાં આવશે. જેના કારણે આજવા સરોવરમાં પાણીની સંગ્રહ ક્ષમતામાં 200થી 250 કરોડ લિટર વધારો થશે. પ્રતાપપુરા સરોવરમાં 3 લાખ ચોમીમાં 5 મીટર સુધી ખોદીને નવા તળાવનું નિર્માણ કરાશે
પ્રતાપપુરા સરોવરમાં 5 મીટર સુધી 3 લાખ ચોમીનું નવું તળાવ બનાવાશે. 5 એજન્સી 21 હિટાચી પોક્લેન, 19 જેસીબી, 134 ડમ્પરથી 15 લાખ ઘન મીટર માટી કઢાશે. સરોવરમાં 200 કરોડ લિટર પાણીની સંગ્રહ ક્ષમતા વધશે.સ્થાયી ચેરમેન ડો.શીતલ મિસ્ત્રીના જણાવ્યા મુજબ દ્રાક્ષી અને ખારવા પાસેના બે નાળા થકી આસપાસનાં ગામનું પાણી સરોવરમાં આવે છે. જે ચેનલ બનાવી તળાવમાં ડાઇવર્ટ કરાશે. મકરપુરા અને કિશનવાડીમાં તાવના 519 દર્દીઓ નોંધાયા
પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા કિશનવાડી અને મકરપુરામાં સરવે કર્યો હતો. જેમાં 29,756 ઘરોને આવરી લેવાયાં હતાં. સરવેમાં તાવના 519 કેસો મળ્યા હતા. ઉપરાંત ટાઈફોઈડના 22 નમૂના લીધા હતા, જેમાંથી 1 કેસ પોઝિટિવ નોંધાયો હતો. 37 ઝાડાના કેસો મળી આવ્યો હતો. ટીમે 23,023 ઘરોમાં ફોગિંગ કર્યું હતું.