back to top
Homeગુજરાતસુકાન મહિલાઓના હાથમાં:સૌરાષ્ટ્રમાં વિસાવદર, ધોરાજી સહિત છ, અમરેલીની રાજુલા સહિત ચાર અને...

સુકાન મહિલાઓના હાથમાં:સૌરાષ્ટ્રમાં વિસાવદર, ધોરાજી સહિત છ, અમરેલીની રાજુલા સહિત ચાર અને સાબરકાંઠાની પ્રાંતિજ સહિત 3, કુલ 13 પાલિકાનું સુકાન મહિલાઓને સોંપાયું

તાજેતરમાં જૂનાગઢ મહાનગરપાલિકા સહિત 66 નગરપાલિકા માટે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાયા બાદ મોટાભાગે ભાજપની તરફેણમાં મતદારનો ચુકાદો આવ્યો હતો. જ્યારે બુધવારે સૌરાષ્ટ્ર સહિત નગરપાલિકાઓમાં પ્રમુખ-ઉપપ્રમુખ સહિત હોદ્દેદારોની વરણી માટે મેન્ડેટ અપાયા હતા. જેમાં સૌરાષ્ટ્રની છ, અમરેલીની ચાર અને સાબરકાંઠાની ત્રણ સહિત કુલ 11 નગરપાલિકાઓનું સુકાન મહિલા પ્રતિનિધિને સોંપવામાં આવ્યું છે. તેમની વરણી થતાં ટેકેદારોએ ફુલહારથી સ્વાગત કર્યું હતું. સાબરકાંઠા | એક સંગઠનના જિલ્લા મંત્રી અને માનદ લેક્ચરર, બીજા આશાવર્કર તો ત્રીજા ગૃહિણી સાબરકાંઠામાં પ્રાંતિજમાં એમ.એ સુધી અભ્યાસ કરનાર તથા ગૃહિણી અનિતાબેન પંડ્યા, ખેડબ્રહ્માની કોલેજમાં લેક્ચરર તરીકે માનદ સેવા આપતા પ્રિયંકાબેન ખરાડી, તલોદમાં આશાબેન તરીકે કામ કરનાર રમીલાબેન ચાવડા અને ાએ પાલિકા પ્રમુખ તરીકે પદગ્રહણ કર્યું હતું. સૌરાષ્ટ્ર | ધોરાજીમાં સંગીતાબેન, ભાયાવદરમાં રેખાબેન, વાંકાનેરમાં ડિમ્બલબેન, જેતપુરમાં મેનાબેન પ્રમુખ બન્યાં સૌરાષ્ટ્રમાં ધોરાજી નગરપાલિકામાં સંગીતાબેન બારોટ, ભાયાવદરમાં રેખાબેન સીણોજીયા, વાંકાનેરમાં ડિમ્પલબેન સોલંકી અને જેતપુરમાં મેનાબેન ઉસદડીયાને પ્રમુખપદ સોંપવામાં આવ્યું છે. જેતપુરમાં ઉપપ્રમુખપદ પણ મહિલા નેતા સ્વાતીબેન જોટંગીયાને સોંપાયું. અમરેલી-જૂનાગઢ | જાફરાબાદમાં રવિનાબેન, રાજુલામાં જ્યોતિબેન, લાઠીમાં દયાબેન, ચોરવાડમાં બેનાબેન નિમાયાં રાજુલામાં જયોતિબેન દવે, જાફરાબાદમા રવિનાબેન બારૈયા અને ચલાલામા નયનાબેન વાળા તેમજ લાઠીમા દયાબેન જમોડની વરણી કરાઇ હતી. જ્યારે જૂનાગઢના વિસાવદરમાં દયાબેન સોલંકી અને ચોરવાડમાં બેનાબેન ચુડાસમા પ્રમુખ તરીકે પસંદગી પામ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments