મંગળવારે દુબઈમાં ચેમ્પિયન્સ ટ્રોફીની સેમિફાઇનલમાં ભારતે ઓસ્ટ્રેલિયાને ધૂળ ચટાડ્યા બાદ આજે વડોદરાના કોટંબી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા માસ્ટર્સ વચ્ચે ટક્કર થશે. જેને લઈને ક્રિકેટ રસિકોમાં ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે. મેચને વડોદરાનું કોટંબી સ્ટેડીયમમમાં મોટાભાગની ટિકિટોનું વેચાણ થઈ ચૂક્યું છે. માસ્ટર બ્લાસ્ટર સચીન તેડુંલકર સહીતના ખેલાડીઓને રમતા જોવા માટે લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ધીમે ધીમે લોકો સ્ટેડીયમમમાં પ્રવેશ મેળવી રહ્યા છે.