એક્ટ્રેસ કેટરિના કૈફે પતિ વિકી કૌશલના તેના પ્રત્યેના બિનશરતી પ્રેમ વિશે વાત કરી છે. તાજેતરના એક ઇન્ટરવ્યૂમાં, એક્ટ્રેસે જણાવ્યું હતું કે તેને વિકી તરફથી ઘણો પ્રેમ અને પ્રશંસા મળે છે. વોગ ઈન્ડિયાને આપેલા એક ઈન્ટરવ્યૂમાં કેટરિનાને સેલ્ફ-કેર સંબંધિત એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. જવાબમાં તેણે કહ્યું- ‘જ્યારે હું ફિટ રહું છું, યોગ અને કાર્ડિયો કરું છું, ત્યારે હું શારીરિક અને માનસિક રીતે સારું અનુભવું છું.’ મારા સિવાય કોઈ મને સારું અનુભવાવી શકતું નથી, સિવાય કે મારો પતિ જે ક્યારેક એવું કરી શકે છે.’ કેટરિના આગળ કહે છે, ‘તેઓ મને ઘણો પ્રેમ અને પ્રશંસા આપે છે.’ મને લાગે છે કે આ શીખવા માટે એક મહત્ત્વનું પાસું છે – બિનશરતી પ્રેમને સ્વીકારવો કે સમજવો.’ નોંધનીય છે કે, વિકી ઘણીવાર તેના ઇન્ટરવ્યૂમાં કેટરિનાના વખાણ કરતો અથવા તેના વિશે વાત કરતો જોવા મળે છે. ફિલ્મ ‘છાવા’ના પ્રમોશન દરમિયાન, વિકીએ કેટરિના સાથેની તેની પહેલી મુલાકાતની વાર્તા શેર કરી. વિકી અને કેટરીનાના લગ્ન 2021 માં થયા હતા લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા બાદ વિકી કૌશલ અને કેટરિના કૈફે 9 ડિસેમ્બર, 2021 ના રોજ લગ્ન કર્યા. રાજસ્થાનના માધોપુરના કિલ્લા બરવાડામાં બંનેએ સાત ફેરા ફર્યા. તેમના લગ્નમાં હલ્દી, મહેંદી, સંગીત, જયમાલા અને સાત ફેરે સહિત તમામ પરંપરાગત વિધિઓ શામેલ હતી. વિકીએ ઘણા ઇન્ટરવ્યૂમાં કહ્યું છે કે સાંસ્કૃતિક તફાવત હોવા છતાં, કેટરિના પંજાબી ખોરાક અને પરંપરાઓ અપનાવવાનો પ્રયાસ કરે છે.