એક્ટ્રેસ નીતૂ ચંદ્રાએ પટના હાઈકોર્ટમાં એક PIL દાખલ કરી છે જેમાં અશ્લીલ ભોજપુરી અને હિન્દી ગીતો પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની માગ કરવામાં આવી છે. તેમની દલીલ છે કે આ ગીતો શાળાએ જતી છોકરીઓને અસુરક્ષિત અનુભવ કરાવે છે અને આ માટે સિંગર સામે કાનૂની કાર્યવાહી થવી જોઈએ. નીતૂએ હની સિંહ વિરુદ્ધ કાર્યવાહીની માગ કરી છે અને તેમની સામે કેસ દાખલ કર્યો છે. તેણે હની સિંહના ગીત ‘મેનિયાક’ને પણ અશ્લીલ ગણાવ્યું છે. આ કેસમાં સુનાવણીની આવતી કાલે થશે. ‘હની સિંહના ગીતો છોકરીઓને અસુરક્ષિત અનુભવ કરાવે છે’
ઇન્ડિયા ટીવીના અહેવાલ મુજબ, એક્ટ્રેસે કહ્યું- અશ્લીલ ભોજપુરી અને હિન્દી ગીતો બિહારમાં સ્કૂલ અને કોલેજ જતી છોકરીઓ અને મહિલાઓને એકલા અસુરક્ષિત અનુભવ કરાવે છે અને તે આંખો નીચી રાખીને રસ્તા પર ચાલવા માટે મજબૂર થાય છે. આ ગીતોને કારણે, સ્ત્રીઓ ઘરે ટીવી જોવાનું પણ પસંદ કરતી નથી. આવા ગીતો ગાનારા ઘણા સિંગર્સ આજે ફેમસ થઈ ગયા છે, જે સમાજ અને દેશના વિકાસમાં અવરોધ બની શકે છે. મુશ્કેલીમાં ફસાઈ શકે છે હની સિંહ!
એક્ટ્રેસે હની સિંહના નવા સોન્ગ ‘મેનિયાક’ પર પ્રતિબંધ મૂકવાની માગ કરી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે હની સિંહના નવા ગીત ‘મેનિયાક’માં માત્રને માત્ર અશ્લીલતા છે. આમાં સ્ત્રીઓને અશ્લીલ રીતે દર્શાવવામાં આવી છે. તેને એક સેક્સ સિમ્બોલ તરીકે દર્શાવવામાં આવી છે. મહિલાઓ માટે સુરક્ષા પર ચર્ચા
તેણે આગળ કહ્યું, જ્યારે છોકરીઓ કે મહિલાઓ રસ્તા પર સુરક્ષિત રીતે ચાલી શકતી નથી, તો તેઓ વિકાસ વિશે કેવી રીતે વિચારી શકે? જો સરકાર મહિલાઓને દારૂ પીનારા પતિઓથી બચાવવા માટે દારૂ પર પ્રતિબંધ લગાવતી હોય, તો પછી તે શાળા અને કોલેજ જતી છોકરીઓ અને મહિલાઓ માટે આ અશ્લીલ ગીતો પર પ્રતિબંધ કેમ ન લગાવી શકે? હું ઈચ્છું છું કે બિહારમાં આ ગીતો બનાવવા અને વગાડવા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવો જોઈએ. 7 માર્ચે થશે સુનાવણી
એક્ટ્રેસે કહ્યું કે આ ગીતો મહિલાઓને અસુરક્ષિત અનુભવ કરાવે છે અને બાળકોને નુકસાન પહોંચાડી શકે છે. આ સમાજને ખોટી દિશામાં લઈ જઈ શકે છે અને મહિલાઓનું સન્માન ઘટાડી શકે છે. નીતૂએ બિહારના લોકોને આ ગીતોનો વિરોધ કરવા વિનંતી કરી અને કાનૂની કાર્યવાહી કરવાનું સૂચન કર્યું. પટના હાઈકોર્ટમાં એક પીઆઈએલ દાખલ કરવામાં આવી છે, જેની સુનાવણી 7 માર્ચે થશે.