લાઠી તાલુકાના હાવતડ અને ઇંગોરાળા ગામ વચ્ચે રાત્રે છકડો રીક્ષા અને બાઇક વચ્ચે જોરદાર અકસ્માત સર્જાતા ખારા ગામના બે યુવાન અને એક બાળકીનું ઘટના સ્થળે જ મોત થયુ હતુ. જયારે એક યુવકને ગંભીર ઇજા સાથે અમરેલી સિવીલમા રીફર કરાયો છે. અકસ્માતમા છકડો પણ રોડ પર પલટી ખાઇ ગયો
અકસ્માતની આ ઘટના રાત્રે પોણા આઠેક વાગ્યાના સુમારે લાઠીના હાવતડ અને ઇંગોરાળા ગામ વચ્ચે હાવતડ નજીક બની હતી. લીલીયા તાલુકાના ખારા ગામના દેવીપુજક પરિવારના જગદીશભાઇ મોહનભાઇ વાઘેલા (ઉ.વ.25) દિનેશભાઇ મનુભાઇ વાઘેલા (ઉ.વ.33) અને દિનેશભાઇને બે વર્ષની પુત્રી રાજલ એમ ત્રણ વ્યકિત મોટર સાયકલ લઇ દામનગર જવા નીકળી હતી. તેઓ જયારે હાવતડથી આગળ જઇ રહ્યાં હતા ત્યારે સામેથી આવી રહેલી છકડો રીક્ષા સાથે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમા છકડો પણ રોડ પર પલટી ખાઇ ગયો હતો. દામનગર પોલીસ ઘટના સ્થળે દોડી
આ ઘટનામા જગદીશભાઇ, દિનેશભાઇ તથા રાજલનુ ઘટના સ્થળે જ મોત થયુ હતુ. જ્યારે છકડા ચાલકને અમરેલી સિવીલમા ખસેડાયો હતો. બનાવની જાણ થતા દામનગરના પીઆઇ આર.વાય.રાવલ ઘટના સ્થળે દોડી ગયા હતા અને ત્રણેય મૃતદેહ પીએમ માટે દામનગર દવાખાને ખસેડયા હતા.