back to top
Homeભારત'શમીએ રોઝા ના રાખીને મોટો અપરાધ કર્યો':ફાસ્ટ બોલર સેમિફાઈનલમાં એનર્જી ડ્રિંક પીતા...

‘શમીએ રોઝા ના રાખીને મોટો અપરાધ કર્યો’:ફાસ્ટ બોલર સેમિફાઈનલમાં એનર્જી ડ્રિંક પીતા જોવા મળ્યો; મૌલાના રઝવીએ- કહ્યું તે શરિયાના નિયમોનું પાલન કરે

યુપીના બરેલીના મૌલાના શહાબુદ્દીન રઝવીએ ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ શમી પ્રત્યે નારાજગી વ્યક્ત કરી. તેમણે કહ્યું કે શમી રમઝાન દરમિયાન રોઝા રાખતો નથી, જે પાપ છે. શરિયાની નજરમાં તે ગુનેગાર છે. તેણે આવું ક્યારેય ન કરવું જોઈતું હતું. હકીકતમાં, મંગળવારે, ઓસ્ટ્રેલિયા સામેની મેચ દરમિયાન શમી મેદાન પર એનર્જી ડ્રિંક પીતો જોવા મળ્યો હતો. ઓલ ઈન્ડિયા મુસ્લિમ જમાતના રાષ્ટ્રીય પ્રમુખ મૌલાના શહાબુદ્દીન રઝવીએ ગુરુવારે આ વીડિયો જાહેર કર્યો. શમી શરિયાના નિયમોનું પાલન કરે
શહાબુદ્દીન રઝવીએ કહ્યું- શરિયાના નિયમોનું પાલન કરવાની જવાબદારી દરેક વ્યક્તિની છે. ઇસ્લામમાં રોઝા ફરજિયાત છે. જો કોઈ વ્યક્તિ જાણી જોઈને રોઝા ન રાખે તો તેને ઇસ્લામિક કાયદા મુજબ પાપી ગણવામાં આવે છે. ક્રિકેટ રમવું ખરાબ નથી, પરંતુ ધાર્મિક જવાબદારીઓ પણ પૂરી કરવી જોઈએ. હું શમીને શરિયાના નિયમોનું પાલન કરવાની અને પોતાના ધર્મ પ્રત્યે જવાબદાર બનવાની સલાહ આપું છું. ભાજપ નેતા મોહસીન રિઝવીએ કહ્યું- મુલ્લાને બોલવાનો કોઈ અધિકાર નથી
ભાજપના નેતા મોહસીન રઝાએ મૌલાના શહાબુદ્દીન રઝવી બરેલવી પર વળતો પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું, ‘આ માણસ અને અલ્લાહ વચ્ચેનો મામલો છે અને મુલ્લાને વચ્ચે બોલવાનો કોઈ અધિકાર નથી. તે (મોહમ્મદ શમી) પોતાની નેશનલ ડ્યુટી બજાવવા ગયો છે અને આપણો ધર્મ તેને તેમ કરવાની પરવાનગી આપે છે. મૌલાનાએ પોતે આ નિવેદન આપીને પાપ કર્યું છે. તેમણે આખા દેશની માફી માંગવી જોઈએ.’ અજય રાયે કહ્યું- શમી દેશ માટે કામ કરી રહ્યો છે
યુપી કોંગ્રેસના પ્રમુખ અજય રાયે કહ્યું કે, ‘જે ખેલાડી મેદાન પર સખત મહેનત કરે છે, દોડે છે, તે દેશ માટે કામ કરી રહ્યો છે. આપણે ગમે તે ધર્મ કે સંપ્રદાયના હોઈએ, આપણે આપણા સમાજ અને રાષ્ટ્ર માટે કામ કરીએ છીએ. હું સમજું છું કે મોહમ્મદ શમી દેશ માટે કામ કરી રહ્યો છે અને ચોક્કસપણે આખો દેશ તેની સાથે ઉભો છે, દરેકની ભાવનાઓ તેની સાથે છે.’ શમીએ ચેમ્પિયન્સ ટ્રોફી-2025માં 8 વિકેટ લીધી
મોહમ્મદ શમી ચેમ્પિયન્સ ટ્રોફી 2025ના ટૉપ-2 વિકેટ લેનાર બોલર છે. તેણે 4 મેચમાં 4.96ની ઇકોનોમીથી 8 વિકેટ લીધી છે. તેણે બાંગ્લાદેશ સામે 5 વિકેટ લીધી હતી. 14 મહિના પછી ક્રિકેટમાં કમબેક
2023ના ODI વર્લ્ડ કપ ફાઈનલ પછી શમી ઘાયલ થયો હતો. તેને એડીની સર્જરી કરાવવી પડી. પછી તેને કમબેક કરવા માટે 14 મહિના રાહ જોવી પડી હતી. 34 વર્ષીય શમીના ક્રિકેટ કરિયરની વાત કરીએ તો, તેણે 107 વન-ડેમાં 205 વિકેટ અને 64 ટેસ્ટ મેચમાં 229 વિકેટ લીધી છે. તે જ સમયે, શમીએ 25 T20 મેચમાં 27 વિકેટ લીધી છે. તેણે 110 IPL મેચમાં 127 વિકેટ લીધી છે. શહાબુદ્દીન રઝવી અગાઉ પણ વિવાદાસ્પદ નિવેદનો આપી ચૂક્યા છે
શહાબુદ્દીન રઝવી મૌલાના શહાબુદ્દીન રઝવી બરેલવી તરીકે જાણીતા છે. તેઓ એક ભારતીય ઇસ્લામિક વિદ્વાન, લેખક અને સામાજિક કાર્યકર છે. તેઓ ઓલ ઈન્ડિયા મુસ્લિમ જમાતના પ્રમુખ અને ઈસ્લામિક રિસર્ચ સેન્ટરના સ્થાપક પણ છે. રઝવીએ ઇસ્લામિક ઇતિહાસ અને ધર્મશાસ્ત્ર પર ઇંગ્લિશ, ઉર્દૂ અને હિન્દીમાં પુસ્તકો લખ્યા છે. તેમના મુખ્ય પુસ્તકોના નામ છે- તારીખ જમાત રઝા-એ-મુસ્તફા અને મુફ્તી-એ-આઝમ હિંદ કે ખલીફા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments