અમેરિકામાં એક મહિલા મુસાફરે ફ્લાઇટમાં પોતાના બધા કપડાં ઉતારીને હંગામો મચાવ્યો હતો. મહિલા 25 મિનિટ સુધી કપડાં વગર આખા વિમાનમાં ફરતી રહી. આ સમય દરમિયાન તે લોકો પર ચીસો પાડતી રહી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. એવું જોવા મળે છે કે મહિલા પોતાના કપડાં ઉતારી રહી છે અને મુસાફરોની સામે ચીસો પાડી રહી છે. આ પછી તે કોકપીટ તરફ જાય છે અને તેના દરવાજા પર ટકોરા મારે છે. આ દરમિયાન, તે ફ્લાઇટ સહાયકો સાથે પણ ગેરવર્તન કરે છે જેઓ તેને રોકવાનો પ્રયાસ કરે છે. ફ્લાઇટ ટેકઓફ પહેલાંની ઘટના
આ ઘટના ટેક્સાસના હ્યુસ્ટનથી ફોનિક્સ, એરિઝોના જતી સાઉથવેસ્ટ એરલાઇન્સની ફ્લાઇટમાં બની હતી. ફ્લાઇટ ઉડાન ભરવાની તૈયારીમાં હતી ત્યારે હંગામાને કારણે વિમાનને હ્યુસ્ટન એરપોર્ટના ગેટ તરફ પાછું લઈ જવામાં આવ્યું. વિમાનમાં બેઠેલી અન્ય એક મહિલા મુસાફરે જણાવ્યું કે, આ ઘટના ખૂબ જ આઘાતજનક હતી. મહિલા અચાનક ચીસો પાડવા લાગી. તે સ્પષ્ટ હતું કે તે માનસિક રીતે અસ્વસ્થ હતી. એક મુસાફરે જણાવ્યું કે, એરપોર્ટના ગેટ પર પહોંચ્યા પછી એક કર્મચારીએ મહિલા પર ધાબળો નાખ્યો, પરંતુ તેણીએ તે કાઢી નાખ્યો. મહિલા સામે કોઈ કેસ નોંધાયો નથી
એરપોર્ટ ઓથોરિટીના જણાવ્યા અનુસાર, મહિલાને કસ્ટડીમાં લેવામાં આવી હતી અને ન્યુરોસાયકિયાટ્રિક સેન્ટરમાં લઈ જવામાં આવી હતી. ઓથોરિટીએ કહ્યું કે, મહિલા વિરુદ્ધ કોઈ કેસ નોંધાયેલ નથી. આ ઘટનાને કારણે મુસાફરોને થયેલી અસુવિધા બદલ માફી માંગવામાં આવી છે. 73 વર્ષીય ભારતીયે ફ્લાઇટમાં 4 મહિલાઓ સાથે છેડતી કરી સિંગાપોરની એક કોર્ટે 73 વર્ષીય ભારતીય નાગરિક બાલાસુબ્રમણ્યમ રમેશને સિંગાપોર એરલાઇન્સની ફ્લાઇટમાં ચાર મહિલાઓની છેડતી કરવાના કેસમાં દોષિત ઠેરવ્યો હતો. ધ સ્ટ્રેટ ટાઇમ્સ અનુસાર, આ કેસમાં બાલાસુબ્રમણ્યમ રમેશને 21 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે. કોર્ટમાં તેની સામે છેડતીના સાત આરોપો ઘડવામાં આવ્યા હતા. અમેરિકન ફ્લાઇટમાં નશામાં ધૂત વ્યક્તિએ પેશાબ કર્યો એક નશામાં ધૂત મુસાફરે અમેરિકન એરલાઇન્સની ફ્લાઇટને ઇમરજન્સી લેન્ડિંગ કરાવવાની ફરજ પાડી હતી. ફ્લાઇટમાં અન્ય મુસાફરોની સામે મુસાફરે પોતાના કપડાં ઉતાર્યા અને સીડીમાં પેશાબ કરી દીધો હતો. નીલ મેકકાર્થી (ઉં.વ.25) નામના વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.