back to top
Homeગુજરાતમહિલાએ પરિવારની ગાડીનું સ્ટિયરીંગ સંભાળ્યું:ઘરની આર્થિક સ્થિતિ કથળી તો સ્કૂલવાન ચલાવવાનું શરૂ...

મહિલાએ પરિવારની ગાડીનું સ્ટિયરીંગ સંભાળ્યું:ઘરની આર્થિક સ્થિતિ કથળી તો સ્કૂલવાન ચલાવવાનું શરૂ કર્યું, પતિને સાથ આપી અન્ય મહિલાઓને પ્રેરણા આપી

8 માર્ચ એટલે કે આજનો દિવસ દેશ તથા દુનિયામાં મહિલા દિવસ તરીકે સેલિબ્રેટ કરવામાં આવે છે. ત્યારે આજે આપણે વાત કરીશું ભરૂચની એક એવી મહિલાની કે જેમણે મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. કોરોના મહામારી દરમિયાન આર્થિક સંકડામણનો સામનો કરી રહેલા પરિવારને મદદરૂપ થવા તેમણે સ્કૂલવાન ચલાવવાનું શરૂ કરી પરિવારના ગુજરાનની ગાડીનું સ્ટિયરીંગ સંભાળ્યું છે. અત્યારના સમયમાં મહિલાઓ પુરુષ કરતા ઘણા સ્તરે આગળ નીકળી ગઈ છે. કોઈપણ વ્યવસાય હોય કે ગૃહ ઉદ્યોગ પોતાની જાતે મહેનત કરીને હંમેશા અવ્વલ નંબરે રહેતી હોય છે. આજના યુગમાં દરેક મહિલાઓ અલગ અલગ ક્ષેત્રમાં પોતાની ક્ષમતા મુજબની કામગીરી કરીને પતિ અને પરિવારને આર્થિક સહાય કરી છે. ત્યારે ભરૂચ જિલ્લાના હલદરવા ગામમાં રહેતા આરતીબેન ધર્મેશભાઈ પટેલ નારીશક્તિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. તેઓ છેલ્લા બે વર્ષથી સ્કૂલવાન ચલાવે છે અને પોતાના પતિને આર્થિક રીતે મદદ કરી રહ્યા છે. પતિ મુશ્કેલીમાં મુકાતા ખભેથી ખભો મિલાવ્યો
વિશ્વ મહિલા દિવસ નિમિત્તે દિવ્ય ભાસ્કર ડિજિટલના રિપોર્ટર પ્રકાશ મેકવાને આરતીબેન પટેલ ખાસ વાતચીત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, સમગ્ર વિશ્વને હચમચાવી દેનાર કોરોના મહામારીએ અનેક પરિવારોની આર્થિક રીતે કમ્મર તોડી નાખી હતી. લોકો નોકરી ધંધા વગર પોતાના પરિવારનું જીવન નિર્વાહ કઈ રીતે ચલાવવું તે માટે ભારે મુશ્કેલીઓમાં મુકાયા હતા. મારા પતિ પણ સ્કૂલવાન ચલાવીને અમારું ગુજરાન પૂરું પાડતા હતા, પરંતુ કોરોના મહામારીના કારણે સ્કૂલો બંધ થતાં તેમના પરિવારને ભારે આર્થિક સંકડામણનો સામનો કરવો પડ્યો હતો. જેથી પતિને મદદ રૂપ થવા તેમની પાસેથી ફોરવીલ ગાડી શીખીને આજે સ્કૂલવાન ચલાવીને પતિની સાથે બાળકોને મૂકવા અને લાવવાની કામગીરી કરી રહી છું. તેઓ આજે મારથી ખૂબ ખુશ છે તેઓ એક મહિલા હોય વાલીઓ પણ તેમના બાળકોને તેમની પાસે સ્કુલમાં મોકલતા ગભરાતા નથી. આરતીબેન અન્ય મહિલાઓ માટે પ્રેરણારૂપ
આજે તેમના પતિ ધર્મેશ પટેલ પણ તેમના પત્ની પર ગર્વ કરી રહ્યા છે. કારણ કે તેમના પત્ની આરતી પોતાનું ઘર, બે સંતાનો અને કામ બંને સારી રીતે સંભાળીને અન્ય મહિલાઓ માટે એક ઉદાહરણરૂપ જીવન જીવી રહ્યા છે. આ વ્યવસાય માત્ર કમાણી નહીં. પરંતુ અન્ય મહિલાઓ માટે પ્રેરણારૂપ પણ બની શકે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments