7 માર્ચે પીએમ મોદી સુરતના પ્રવાસે હતા. આ દરમિયાન સભાસ્થળે એક યુવક પીએમ મોદીને જોઈને ભાવુક થઈ ગયો. PM મોદીને જોઈ યુવક ધ્રુસકેને ધ્રુસકે રડવા લાગ્યો. યુવક હીરાબા અને પીએમ નરેન્દ્ર મોદીનું પેઇન્ટિંગ લઈને આવ્યો હતો. યુવકને ભાવુક થતો જોઈ પીએમએ પોતાનો કાફલો રોકાવ્યો અને યુવકનું પેઇન્ટિંગ મંગાવ્યું. અને તેના પર ઓટોગ્રાફ આપ્યો હતો. જે બાદ યુવક રાજી થઈ ગયો હતો. આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાઈરલ થઈ રહ્યો છે. જુઓ VIDEO