back to top
Homeગુજરાતઅનોખું મહિલા સંમેલન:માતાઓ અને બહેનોના આશીર્વાદ મારી તાકાત, મિલકત, સુરક્ષા કવચ છે:...

અનોખું મહિલા સંમેલન:માતાઓ અને બહેનોના આશીર્વાદ મારી તાકાત, મિલકત, સુરક્ષા કવચ છે: મોદી

તેજલ શુક્લ / દીપા દ્વિવેદી

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર ગુજરાતના નવસારીમાં શનિવારે અનોખું દ્રશ્ય જોવા મળ્યું. આમ તો અહીં લખપતિ દીદી સાથે પ્રધાનમંત્રી મોદીની મુલાકાત, જી-સફલ અને જી-મૈત્રી યોજનાઓના લોન્ચિંગનો કાર્યક્રમ હતો, પરંતુ દોઢ લાખથી વધુ મહિલાની હાજરીએ યાદગાર બનાવી દીધો. મહત્ત્વની વાતએ છે કે આટલી બધી મહિલાની સુરક્ષાની જવાબદારી 2500 મહિલા પોલીસ કર્મચારીઓએ નિભાવી હતી.
આ કાર્યક્રમમાં મોદીએ કહ્યું, હું સૌથી ધનિક છું, કેમ કે મારા ખાતામાં આટલી માતાઓ-બહેનોના આશીર્વાદ છે. આ આશીર્વાદ જ મારી સૌથી મોટી તાકાત, મિલકત અને સુરક્ષા કવચ છે. તેમણે દેશમાં મહિલાઓની વધતી ભાગીદારી પર કહ્યું કે, આજે સંસદમાં 74 મહિલા સાંસદ છે. 5 વર્ષમાં 3 કરોડ મહિલાઓને લખપતિ બનાવીશું… કાર્યક્રમમાં પ્રધાનમંત્રીમાં લખપતિ દીદીઓના સમ્માન કરતા 25 હજાર સ્વયં સહાયતા ગ્રૂપની અઢી લાખ મહિલાઓને અંદાજિત 450 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા. તેમણે કહ્યું કે, આજે દેશમાં અડધા સ્ટાર્ટઅપમાં મહિલા રોકાણકારોની મહત્વની ભૂમિકામાં છે. આપણે ગર્વ છે કે ભારતમાં સૌથી વધુ મહિલા પાઇલટ છે. અત્યાર સુધીમાં દોઢ કરોડ મહિલા લખપતિ દીદી બની ચૂકી છે. આગામી પાંચ વર્ષમાં ત્રણ કરોડ મહિલાને લખપતિ બનાવવાનો સંકલ્પ લઈને ચાલી રહ્યા છીએ. અમે બેંક ખાતા ખોલીને મહિલાઓને સશક્ત કરી છે. પહેલા 12 અઠવાડિયાની મૅટરનિટી લીવ મળતી હતી, જે હવે વધીને 26 અઠવાડિયાની કરવામાં આવી છે. 2014 પછી અંદાજિત 3 કરોડ મહિલા ઘરની માલકણ બની ચૂકી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments