back to top
Homeદુનિયાઅમેરિકામાં ગુજરાતી યુવાનની ધરપકડ:આતંકવાદ ફેલાવવાનો આરોપ, દારૂ પીને ડ્રાઇવ કરતાં ઝડપાયો, ઘરમાંથી...

અમેરિકામાં ગુજરાતી યુવાનની ધરપકડ:આતંકવાદ ફેલાવવાનો આરોપ, દારૂ પીને ડ્રાઇવ કરતાં ઝડપાયો, ઘરમાંથી પણ મળ્યો ગાંજો

23 વર્ષીય મૌર્ય હેમેન્દ્રભાઈ ભરવાડ બેલ કાઉન્ટી ટેક્સાસ ખાતે રહેતો હતો. તેના સ્ટુડન્ટ વિઝા પૂરા થઈ ગયા હતા. પાઇનવિલ પોલીસે તેને તેને ડ્રિંક એન્ડ ડ્રાઈવ અને ધરપકડનો પ્રતિકાર કરવાના આરોપમાં પકડયો હતો. જ્યારે બાર્બરર્વિલ પોલીસે તેમના પર ધમકી અને અશાંત વર્તનનો આરોપ મૂક્યો હતો. તેના પર કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટનો પણ આરોપ મૂકવામાં આવ્યો છે અને પેન્ડિંગ ફેડરલ આરોપોને કારણે તેને બોન્ડ વગર રાખવામાં આવ્યા છે. બેલ કાઉન્ટી શેરિફ ડિપાર્ટમેન્ટના પ્રેસ રિલીઝ અનુસાર, 31 જાન્યુઆરીએ, બાર્બરર્વિલપોલીસે જણાવ્યું હતું કે મૌર્ય બ્લુ લાઇન ટેક્ટિકલ ખાતે બંદૂક ખરીદવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ ફોર્મ પર ખોટું બોલ્યો. ત્યાંનાં સ્ટાફે બેક ગ્રાઉન્ડ ચેક કરવામાં સમય લાગશે. એમ કહેતા જ તે સ્ટાફ પર ગુસ્સે થયો હતો અને તેમને ધમકી આપી. દુકાન છોડી ગયા પછી, દુકાન માલિકે એ વિષે બાર્બરર્વિલપોલીસને જાણ કરી હતી.જેના કારણે મૌર્ય માટે “બી-ઓન-ધ-લૂકઆઉટ” જાહેર કરવામાં આવ્યુ હતું. એ દરમિયાન, 1 ફેબ્રુઆરીના રોજ પાઈનવિલેમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે, મૌર્ય પાસે હતી એવી કાર દેખાઈ હતી. જેને ઓફિસર બ્રુકસે રોકવાનો પ્રયત્ન કર્યો હતો પણ ડ્રાઇવરે કાર રોકી નહોતી. તેના બદલે તે ડોલર જનરલ સ્ટોરના પાર્કિંગ માં ઘૂસ્યો હતો. ત્યાંથી પકડીને તપાસ કરતાં તે મૌર્ય જ હોવાનું ખૂલ્યું હતું. ત્યાં પણ પોલીસ સામે તેણે આક્રમક વલણ અપનાવ્યું હતું. પીછો કરવા દરમિયાન કાર વિન્ડો માંથી ઘણીવાર તેણે હથિયાર લહેરાવતો હોય એમ પોલીસની મજાક ઉડાવી હતી. પાર્કિંગમાં પોલીસે રબરની ગોળીઓનો ઉપયોગ કરતાં મૌર્ય કારની બહાર આવ્યો હતો. જ્યાં તેને કસ્ટડીમાં લેવાયો હતો. જોકે તેની પાસેથી કોઈ હથિયાર મળ્યું નહોતું. તેને લોહીના નમૂના માટે બાર્બરર્વિલARH લઈ જવામાં આવ્યો પરંતુ તેણે ઇનકાર કર્યો. તેના ઘરની તપાસ કરતાં ત્યાંથી ગાંજો હોવાનું માલૂમ પડ્યું હતું. હાલમાં મૌર્ય ગેરકાયદેસર રીતે દેશમાં હોવાને કારણે ICE/હોમલેન્ડ સિક્યુરિટી અટકાયતમાં રાખશે. મૌર્યના વર્તનના આધારે, ડેપ્યુટી લુટ્રેલે જણાવ્યું હતું કે હાઇવે 92 પરના તેના બેલ કાઉન્ટી નિવાસસ્થાનની શોધ કરવા માટે વોરંટ જારી કરવું પડશે. બાર્બરર્વિલ પોલીસે સલાહ આપી હતી કે વોરંટ જારી કરવામાં આવી રહ્યા છે અને ICE/હોમલેન્ડ સિક્યુરિટી તેને ગેરકાયદેસર રીતે દેશમાં હોવાને કારણે અટકાયતમાં રાખશે. મૌર્યના બેલ કાઉન્ટીના ઘરે શોધખોળમાં ગાંજાના અવશેષો મળી આવ્યા હતા. પૂછપરછમાં તેણે ગાંજાનું વ્યસન હોવાનું સ્વીકાર્યું હતુ અને હથિયાર ખરીદવાનો પ્રયત્ન કર્યો ત્યારે તે નશામાં હોવાનું સ્વીકાર્યું હતું. હથિયારની દુકાન માલિકે કહ્યું હતું કે અમે તે હથિયાર નહીં ખરીદી શકે ત્યારે ગુસ્સે થઈને સરકારના નિયમો કઈ પણ હોય મારે હથિયાર જોઈએ છે તેમ કહ્યું હતું. ઉપરાંત અનલોડેડ બંદૂક પણ લેવા જતો હતો. આ ઉપરાંત મૌર્ય નજીકમાં આવેલા એક ચર્ચમાં પણ વિચિત્ર વર્તન કર્યું હતું. તેવી વાત સામે આવી છે. વધુમાં, જ્યારે પોલીસે તેને પૂછ્યું કે તે હથિયારો વિષે તારા ફોનમાં સર્ચ કર્યું છે.ત્યારે તેણે ના પડી હતી. પરંતુ પોતે બોમ્બ કેવી રીતે બોમ્બ બનાવવો એ સર્ચ કર્યું હતું. એ બોમ્બનો ઉપયોગ તેણે ન્યુયોર્ક શહેરની ટનલમાં કરીને આખું શહેર બંધ કરવું હતું. આ સાંભળી પોલીસ પણ ચોંકી હતી. એનું કારણ પૂછતાં મૌર્યે કહ્યું હતું કે તેની સાથે ન્યૂયોર્કમાં કઈક ખરાબ બન્યું હતું જેના પગલે તેને આવો વિચાર આવ્યો હતો. હાલમાં તે નોક્સ કાઉન્ટી ડિટેન્શન સેન્ટરમાં કેદ છે. તેણે મંગળવારે નોક્સ કાઉન્ટી જિલ્લા કોર્ટમાં હાજર થવાનું હતું અને 27 માર્ચ, 2025ના રોજ લંડનમાં યુનાઇટેડ સ્ટેટ્સ જિલ્લા કોર્ટમાં તેમની ફેડરલ દાખલ થવાનું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments