ગાંધીનગરનાં સરગાસણમાં શ્રી રંગ નેનો સિટી-1માં આર્થિક સંકળામણનાં લીધે સ્યુસાઇડમાં દાવો કરીને સવારના સમયે પત્ની અને પુત્રની નિર્મમ હત્યા કરનાર હત્યારો પતિ આઠેક કલાક સુધી બંનેની લાશ જોડે રહ્યો હતો. આ દરમ્યાન તેણે જાતે ચાર ચાર વખત આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું પણ ઈન્ફોસિટી પોલીસની તપાસમાં બહાર આવ્યું છે. પત્નીના અવૈધ સંબંધો હોવાની શંકામાં હત્યાકાંડને અંજામ અપાયો હોવાની દિશામાં પણ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. 4-4 વાર આપઘાતનો પ્રયાસ કર્યો
હત્યાકાંડને અંજામ આપ્યા પછી તે કલાકો સુધી હત્યારો પતિ પત્ની-પુત્રની લાશ જોડે રહ્યો હતો. આ દરમ્યાન તેણે ચાર-ચાર વખત આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેમાં પ્રથમ વખત હરેશે શરીર પર કેરોસીન છાંટ્યુ હતું, પરંતુ તે દિવાસળી સળગાવવાની હિંમત કરી શક્યો નહતો. બાદમાં તેણે પંખે દુપટ્ટો બાંધીને ફાંસો ખાવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેમાં પણ તે ડરી ગયો હતો. ત્યારબાદ તેણે હાથની નશ કાપવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તે હાથની નશ કાપવાથી પણ થરથરી ગયો હતો. આથી નશની બાજુમાં થોડાઘણા કાપા માર્યા હતા. આખરે તેણે ઘરમાં પડેલી ઝેરી દવા પણ ગટગટાવી લઈને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેના આ ચોથા પ્રયાસમાં પણ તે બચી ગયો હતો. બીજી તરફ હાથની નસ કાપી હોવાથી અને ઝેરી દવાની અસરનાં લીધે તેની તબિયત પણ લથડી પડી હતી. અને તે બેભાન જેવો થઈને રૂમમાં પડી રહ્યો હતો. જો કે હત્યાકાંડનાં રહસ્યનો ભેદ ઉકેલવા પોલીસ આજે હત્યારા હરેશનું નિવેદન નોંધવા માટેની તજવીજ હાથ ધરશે. એ પછી સમગ્ર હકીકત બહાર આવશે. શું હતો સમગ્ર મામલો?
આજથી નવ વર્ષ અગાઉ સુરેન્દ્રનગરનાં અને હાલમાં સરગાસણ શ્રીરંગ નેનો સીટી-1 મકાન નંબર – આઇ/303 માં રહેતા હરેશ કનુભાઈ વાધેલા સાથે આશાનાં લગ્ન થયા હતા. આ લગ્ન જીવનથી દંપતીને ચાર વર્ષનો દિકરો ધ્રુવ હતો. જ્યારે હરેશ સેકટર-11 સુમન ટાવરમાં આવેલ એમ્પાયર હેર સલુન નોકરી કરતો હતો. તેમજ આશાબેન અલગ અલગ જગ્યાએ રસોઇકામ કરતા હતા. ગુરુવારે તેણે પત્ની આશાબેન તથા ચાર વર્ષના પુત્ર ધ્રુવની હત્યા કરીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. હરેશે પત્ની આશાનું ગળુ દબાવી અને પુત્ર ધૃવનુ તિજોરી સાથે માથુ અથડાવીને કરપીણ હત્યા કરી હતી. પોલીસને સ્થળ પરથી એક સ્યુસાઈડ નોટ મળી આવી છે. જેમાં તેને સુરેન્દ્રનગરમાં મકાન લેવુ હોય અને શેરબજારમાં દેવુ થઈ જતા આ કૃત્ય આચર્યુ હોવાનો ઉલ્લેખ કર્યો છે. જો કે, પ્રારંભથી પોલીસને સ્યુસાઇડનાં શબ્દો શંકાસ્પદ લાગી રહ્યા છે. કેમકે પોલીસની પ્રાથમિક તપાસમાં હરેશ શેર બજારની અજ્ઞાનતા ધરાવતો હોવાનું સામે આવ્યું છે. જે મામલે પોલીસે તે જ્યાં નોકરી કરતો એ કર્મચારીઓનાં નિવેદન પણ લીધા છે. પત્નીના અવૈધ સંબંધો હોવાની દિશામાં પોલીસ તપાસ શરૂ
જેથી પોલીસે અલગ-અલગ એંગલથી તપાસ હાથ ધરી છે. જેમાં પત્નીના અવૈધ સંબંધો હોવાની દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસ મોર્ટમ રિપોર્ટમાં તેણે પ્રથમથી જ પત્નીને મારી નાખી હતી. બાદમાં પોતે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પરંતુ બંનેના મોત બાદ પુત્રનું શુ થશે? તેવા ડરથી તેણે માસુમ પુત્ર ધૃવને પણ મારી નાખ્યો હતો. પતિ-પત્નીના મોબાઇલ FSLમાં મોકલાયા, CDR પણ મગાવાયા
પોલીસે પતિ અને મૃત પત્નીના મોબાઇલ ફોન પણ એફએસએલમાં તપાસ અર્થે મોકલી આપ્યા છે. ઉપરાંત બંનેના મોબાઈલના CDR પણ મગાવવામાં આવ્યા છે. છેલ્લા 48 કલાકમાં બંનેએ કોની સાથે વાત કરી, ખાસ કરીને હરેશે હત્યાકાંડને અંજામ આપ્યા પછી કોઈને ફોન કર્યા કે નહીં એ જાણવા પણ પોલીસે કવાયત હાથ ધરી છે.આ પણ વાંચો, 4 વર્ષના દીકરાનું તિજોરીએ માથું પછાડી અને પત્નીની ટૂંપો દઈ હત્યા આ પણ વાંચો: સુસાઇડ નોટમાં લખ્યું- સુરેન્દ્રનગરમાં ઘર લેવું હતું અને પૈસા શેરબજારમાં હારી ગયો