વડનગરના ઐતહાસિક સ્થળો પૈકી શર્મિષ્ઠા લેકની જેમ અંબાજી કોઠા લેકનો પણ સરકાર દ્વારા વિકાસ કરાયો છે. એક એકરમાં પથરાયેલા આ તળાવમાં ગુલાબી પથ્થરોના મુખ્ય ગેટની ડાબી બાજુ બેસવા માટે બે ગઝેબો અને બગીચો છે. તળાવની મધ્યમાં આંખ આકારના ભાગમાં પાણીનો કૂવો છે. અહીં ખુલ્લા આકાશ નીચે બેસી નજારો માણવા માટે ત્રણ સ્ટેપ બનાવાયાં છે. પ્રવાસીઓ અહીં બર્ડ વોચિંગ સાથે પિકનિકની મજા માણી શકે છે. અહીં પ્રવેશ નિ:શુલ્ક છે. અહીં આ રીતે પહોંચી શકાય : વડનગર એસટી ડેપો અને રેલવે સ્ટેશનથી બે કિલોમીટરના અંતરે અંબાજી કોઠા લેક આવેલું છે. અહીં મુખ્ય હાઇવેથી મેડિકલ કોલેજ રોડથી જઇ શકાય છે.