back to top
Homeભારતસોનીપતમાં સ્કૂલ બસે બાળકીને કચડી નાખી, VIDEO:સ્કૂલે જઈ રહેલા ભાઈની પાછળ પાછળ...

સોનીપતમાં સ્કૂલ બસે બાળકીને કચડી નાખી, VIDEO:સ્કૂલે જઈ રહેલા ભાઈની પાછળ પાછળ જઈ રહી હતી; બસના બંને વ્હીલ માસુમ પરથી ફરી વળ્યા, મોત

હરિયાણાના સોનીપતમાં, એક માસૂમ અઢી વર્ષની બાળકીને સ્કૂલ બસે કચડી નાખી. આ અકસ્માતમાં બાળકીનું મોત નીપજ્યું. સ્કૂલે જઈ રહેલા તેના ભાઈની પાછળ-પાછળ દોડીને બાળકી બસ સુધી પહોંચી ગઈ હતી. આ ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. પરિવારે ડ્રાઇવર પર આરોપ લગાવ્યો છે કે તેની બેદરકારીએ માસૂમ બાળકનો જીવ લીધો. પરિવારના સભ્યોની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. ડ્રાઇવરે ભાગવાનો પ્રયાસ કર્યો, પરંતુ લોકોએ તેને પકડી લીધો અને પોલીસને હવાલે કર્યો હતો. અકસ્માત સમયના PHOTOS… બાળકી તેના દાદીની પાછળ પાછળ ગઈ હતી
સોનીપતના ગન્નૌરના બડી ગામના રહેવાસી પ્રદીપ કુમારે જણાવ્યું કે તેમને બે પુત્રીઓ છે. મોટી દીકરી પ્રાંજલ હતી, જે અઢી વર્ષની હતી. જ્યારે બીજી છોકરી 3 મહીનાની છે. શુક્રવારે, પ્રાંજલની દાદી તેના પૌત્ર વિહાનને સ્કૂલ બસમાં બેસાડવા માટે રસ્તા પર ગયા હતા. વિહાન એપોલો ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરે છે. જ્યારે દાદી વિહાન સાથે બહાર આવ્યા, ત્યારે પ્રાંજલ પણ દાદીની પાછળ પાછળ ગઈ હતી. દાદી થોડીવાર રસ્તા પર ઊભા રહ્યા અને સ્કૂલ બસની રાહ જોઈ. ત્યાં સુધી પ્રાંજલ રસ્તાની બીજી બાજુ ઉભી રહી. બંને વ્હીલ બાળકીની ઉપરથી પસાર થઈ ગયા પ્રદીપે જણાવ્યું કે જ્યારે સ્કૂલ બસ આવી અને વિહાનની દાદીએ તેને બસમાં બેસાડ્યો, ત્યારે પ્રાંજલ પણ રસ્તાની બીજી બાજુથી બસ તરફ આવી રહી હતી. તે બસની સામેથી પસાર થઈ રહી હતી. આ દરમિયાન વિહાનને બેસાડીને બસ આગળ વધવા લાગી અને ડ્રાઇવરે બસની સામે આવેલી પ્રાંજલ પર ધ્યાન પણ ન આપ્યું. આ કારણે પ્રાંજલ બસ સાથે અથડાઈ ગઈ અને બસના બંને પૈડા તેના ઉપરથી પસાર થઈ ગયા. અકસ્માત થતાં જ લોકો ઘટનાસ્થળે ભેગા થઈ ગયા હતા. તેઓ ઘાયલ પ્રાંજલને લઈને સોનીપતની એક ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. બસ ચાલક સામે ગુનો દાખલ, ધરપકડ બડી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ યુદ્ધવીર સિંહે જણાવ્યું કે મૃતક બાળકીના પિતા પ્રદીપની ફરિયાદ પર બસ ડ્રાઈવર સામે કેસ નોંધવામાં આવ્યો છે. આ કેસની તપાસ ચાલી રહી છે. બસના ડ્રાઇવરની પણ ધરપકડ કરવામાં આવી છે. તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. પ્રાંજલ તેના માતાપિતાનું પહેલું સંતાન હતું માસૂમ બાળકના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો. પ્રાંજલ તેના માતાપિતાનું પહેલું સંતાન હતું અને આખા પરિવારની લાડલી હતી. તેમના અચાનક મોતથી તેમના માતાપિતાની હાલત ખરાબ થઈ ગઈ છે અને તેઓ હંમેશા રડતા રહે છે. જ્યારે ગામના સ્મશાન ઘાટ પર તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા ત્યારે દરેકની આંખ ભીની થઈ ગઈ. પડોશીઓ અને સંબંધીઓએ પરિવારને સાંત્વના આપવાનો પ્રયાસ કર્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments