વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. ગઇકાલે (તા. 07/03/2025)ના રોજ સુરત અને સેલવાસ બાદ આજે તેઓ નવસારીના વાસી બોરસી ખાતે લખપતિ દીદી કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા હતા, જ્યા વડાપ્રધાને મહિલા દિવસે 41 હજાર લખપતિ દીદી સહિત દોઢ લાખ મહિલાનું સન્માન કર્યું હતું. આ કાર્યક્રમમાં સફળ મહિલાઓ, જેઓ વાર્ષિક એક લાખ રૂપિયાથી વધુની કમાણી કરે છે તેમને સન્માનિત કરવામાં આવી હતી. આ બાદ વડાપ્રધાન સુરતથી દિલ્હી જવા રવાના થયા હતા. નોંધનીય છે કે આજે વડાપ્રધાનની તમામ સુરક્ષાની જવાબદારી 3000 મહિલા પોલીસકર્મચારીએ સંભાળી હતી.
નીચે બ્લોગમાં વિગતવાર વાંચો વડાપ્રધાનની મુલાકાતની પળેપળની અપડેટ્સ…