back to top
Homeસ્પોર્ટ્સઆજે રોહિત ટોસ હારશે તો ભારતને ફાયદો થશે:છેલ્લા 4 ટાઇટલ ટોસ હારેલી...

આજે રોહિત ટોસ હારશે તો ભારતને ફાયદો થશે:છેલ્લા 4 ટાઇટલ ટોસ હારેલી ટીમે જીત્યા હતા, જાણો ચેમ્પિયન્સ ટ્રોફીની 8 ફાઇનલનો ટ્રેન્ડ

ચેમ્પિયન્સ ટ્રોફી 2025ના ફાઇનલિસ્ટ નક્કી થઈ ગયા છે. ભારત અને ન્યૂઝીલેન્ડની વચ્ચે 9 માર્ચના રોજ દુબઈ ઇન્ટરનેશનલમાં ફાઇનલ મેચ રમવામાં આવશે. ભારતે ઓસ્ટ્રેલિયાને, જ્યારે ન્યૂઝીલેન્ડે સાઉથ આફ્રિકાને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ટાઇટલ મેચમાં જીતની શક્યતા જાણવા માટે અમે ચેમ્પિયન્સ ટ્રોફીના છેલ્લી 8 ફાઇનલના ટ્રેન્ડને 5 પેરામીટર્સમાં એનાલાઇઝ્ડ કર્યું, જેમાં… 1. ટોસ
2. પહેલા બેટિંગ Vs પહેલા બોલિંગ
3. પ્રથમ ઇનિંગનો સરેરાશ સ્કોર
4. વિનિંગ ટોટલ
5. વેન્યૂ ચેમ્પિયન્સ ટ્રોફીની છેલ્લી 8 ફાઇનલનો ટ્રેન્ડ 5 ફેક્ટર્સમાં 1. ટોસ છેલ્લી 4 ફાઇનલ ટોસ હારનારી ટીમ જીતી
ફાઇનલ મેચમાં ટોસનું મહત્ત્વ ખાસ રહ્યું છે. અત્યારસુધી રમવામાં આવેલી 8 મેચમાં ટોસ જીતનારી ટીમે 3 મેચ જીતી, જ્યારે ટોસ હારનારી 4 ટીમ ચેમ્પિયન્સ બની. એક મેચ અનિર્ણાયક રહી, 2002માં શ્રીલંકા અને ભારતની ટીમ સંયુક્ત વિજેતા રહી હતી. 2. પહેલા બેટિંગ Vs પહેલા બોલિંગ ચેઝ કરનારી ટીમે 63% ફાઇનલ જીતી
ફાઇનલ મેચનું પરિણામ પણ મોટેભાગે ટોસના નિર્ણય પર આધાર રાખે છે. અત્યારસુધી 8માંથી 2 જ ફાઇનલ પહેલી બેટિંગ કરનારી ટીમે જીતી, જ્યારે 5 મેચ બીજી ઈનિંગમાં બેટિંગ કરનારી ટીમના નામે રહી. એક મેચ અનિર્ણાયક રહી. 3. પ્રથમ ઇનિંગનો એવરેજ સ્કોર પ્રથમ ઇનિંગ્સનો સરેરાશ સ્કોર 219 રન
ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલનો પ્રથમ ઇનિંગમાં સરેરાશ સ્કોર 219 રન છે. ફાઇનલમાં પ્રથમ ઇનિંગનો સૌથી ઓછો સ્કોર 138 છે, જે વેસ્ટ ઇન્ડીઝે 2006માં ઓસ્ટ્રેલિયા સામે બનાવ્યો હતો. જ્યારે 2017માં ભારત સામે પાકિસ્તાને 338 રનનો સૌથી વધુ સ્કોર બનાવ્યો હતો. પ્રથમ ઇનિંગનો સરેરાશ સ્કોર શોધવા માટે, બધી ફાઇનલના પ્રથમ ઇનિંગના સ્કોરનો સરવાળો કરીને એને 8 વડે ભાગવામાં આવે છે. 4. વિનિંગ ટોટલ ફાઇનલમાં જીતનો કુલ સ્કોર 300+
ટુર્નામેન્ટના ઇતિહાસમાં ફાઇનલ મેચમાં ફક્ત એક જ વાર 300+નો સ્કોર બન્યો છે. જે પાકિસ્તાને 2017 ની ફાઇનલમાં ભારત સામે બનાવ્યો હતો. ટીમ 180 રનથી જીતી ગઈ હતી. 2013માં પણ ભારતે પ્રથમ બેટિંગ કરીને જીત મેળવી હતી. 5. વેન્યૂ હોમ ટીમ એકવાર ચેમ્પિયન બની, 3 ફાઇનલ રમી
અત્યાર સુધીમાં 7 દેશે ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન કર્યું છે. આમાં બાંગ્લાદેશ, કેન્યા, શ્રીલંકા, ઇંગ્લેન્ડ, ભારત, દક્ષિણ આફ્રિકા અને ઇંગ્લેન્ડનો સમાવેશ થાય છે. આ વખતે તેનું આયોજન પાકિસ્તાન કરી રહ્યું છે. શ્રીલંકાએ પોતાના હોમ ગ્રાઉન્ડમાં ટાઇટલ જીત્યું. આ ટીમ 2002માં ભારત સાથે સંયુક્ત વિજેતા હતી. , ચેમ્પિયન્સ ટ્રોફી સંબંધિત આ સમાચાર પણ વાંચો… 25 વર્ષ પછી ફરી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ટકરાશે IND-NZ ભારત અને ન્યૂઝીલેન્ડ 25 વર્ષ પછી ફરી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં એકબીજા વિરુદ્ધ રમવાના છે. બંને 9 માર્ચના રોજ દુબઈમાં ટાઇટલ મેચ રમશે. આ પહેલાં 2000માં નૈરોબીના મેદાન પર થયેલી ફાઇનલને ન્યૂઝીલેન્ડે છેલ્લી ઓવરમાં 4 વિકેટથી જીતી હતી.. સંપૂર્ણ સમાચાર વાંચો…

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments