શનિવારે સાંજે જયપુરમાં ઇન્ટરનેશનલ ઇન્ડિયન ફિલ્મ એકેડેમી (IIFA) એવોર્ડ્સનું આયોજન થયુ હતુ. જયપુર એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર (JECC) ખાતે આયોજિત ડિજિટલ એવોર્ડ સેરેમનીમાં કોટા ફેક્ટરી સીઝન 3 માટે પુનિત બત્રા અને અરુણાભ કુમારને બેસ્ટ સ્ટોરી વેબ સિરીઝનો એવોર્ડ આપવામાં આવ્યો. બેસ્ટ એક્ટર વેબ સિરીઝનો એવોર્ડ પંચાયત સીઝન 3 માટે જીતેન્દ્ર કુમારને મળ્યો, જ્યારે બેસ્ટ એક્ટ્રેસ વેબ સિરીઝનો એવોર્ડ શ્રેયા ચૌધરીને બંદિશ બેન્ડિટ્સ સીઝન 2 માટે મળ્યો. IIFAએવોર્ડ્સની ખાસ મોમેન્ટ- 1. શ્રેયા ઘોષાલે પર્ફોર્મન્સ આપ્યું
ડિજિટલ એવોર્ડ સેરેમનીમાં સિંગરે ફિલ્મ ‘બાજીરાવ મસ્તાની’ નું ‘મૈં દીવાની હો ગઈ’ ગીત ગાયું હતું. આ સિવાય શ્રેયાએ રાજસ્થાની લોકગીત ‘કેસરિયા બાલમ પધારો મ્હારે દેશ’ પણ ગાયું હતું. 2. કોઈએ ઉર્ફી જાવેદનાં ડ્રેસ પર કોમેન્ટ કરી, એક્ટ્રેસે ગુસ્સામાં ચપલથી મારવાની ધમકી આપી. 3. એક્ટ્રેસ કરિશ્મા તન્ના પડતાં-પડતાં બચી
ગ્રીન કાર્પેટ પર પોઝ આપતી વખતે એક્ટ્રેસ કરિશ્મા તન્નાએ પોતાનું બેલેન્સ ગુમાવ્યું અને તે પડતાં-પડતાં બચી હતી. 4. કરીના કપૂર હીરામંડીની એક્ટ્રેસ સંજીદા શેખના ફોટોશૂટ માટે રોકાઈ હતી 5. 18 વર્ષ પછી શાહિદ કપૂરને ભેટી કરીના કરીનાએ રોકાઈને શાહિદ સાથે વાત પણ કરી અને સાથે ઊભા રહીને પોઝ પણ આપ્યા. આ વીડિયો હવે ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. 6. અભિષેક અને વિજય વર્મા વચ્ચે સ્ટેજ પર હોસ્ટિંગને લઈને વિવાદ IIFA સમારોહ દરમિયાન સ્ટેજ એક બોક્સિંગ રિંગમાં ફેરવાય ગઈ હતી. આ રિંગમાં એક્ટર અભિષેક બેનર્જી અને વિજય વર્મામાં સામસામે હતા. અભિષેક અને વિજય વર્મા વચ્ચે સ્ટેજ પર હોસ્ટિંગને લઈને વિવાદ થયો હતો. અપારશક્તિએ પણ વચ્ચે પડ્યો હતો. અંતે ત્રણેયે સાથે મળીને હોસ્ટિંગ કર્યું. ડિજિટલ એવોર્ડ સેરેમનીની તસવીરો…