back to top
Homeસ્પોર્ટ્સફાઈનલ જીત્યા પછી કોહલી-રોહિતે દાંડિયા રમ્યા:જાડેજાએ સાથી ખેલાડીઓ સાથે ગંગનમ સ્ટાઇલમાં ડાન્સ...

ફાઈનલ જીત્યા પછી કોહલી-રોહિતે દાંડિયા રમ્યા:જાડેજાએ સાથી ખેલાડીઓ સાથે ગંગનમ સ્ટાઇલમાં ડાન્સ કર્યો, ચહલ મિસ્ટ્રી ગર્લ સાથે જોવા મળ્યો; મોમેન્ટ્સ

ભારતે ત્રીજી વખત ચેમ્પિયન્સ ટ્રોફી જીતી છે. દુબઈમાં રમાયેલી ફાઇનલમાં ભારતે ન્યૂઝીલેન્ડને 4 વિકેટે હરાવ્યું. કેપ્ટન રોહિત શર્માના શાનદાર 76 રનની મદદથી ટીમે 49 ઓવરમાં 252 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો. પ્રથમ બેટિંગ કરતા, કિવીઝે ડેરીલ મિચેલ અને માઈકલ બ્રેસવેલની અડધી સદીની મદદથી 7 વિકેટ ગુમાવીને 251 રન બનાવ્યા. ભારત તરફથી કુલદીપ યાદવ અને વરુણ ચક્રવર્તીએ 2-2 વિકેટ લીધી. રવિવારે ઘણી મોમેન્ટ્સ જોવા મળી. રચિન રવીન્દ્રને 2 ઓવરમાં 3 લાઇફ લાઇન મળી. કુલદીપે તેને તેના પહેલા બોલ પર બોલ્ડ આઉટ કર્યો. ગ્લેન ફિલિપ્સે હવામાં કૂદકો માર્યો અને ગિલનો કેચ કર્યો. રોહિતે મિચેલનો કેચ છોડી દીધો. રવીન્દ્ર જાડેજાએ રન આઉટની તક ગુમાવી. ભારતે 4 કેચ છોડ્યા જ્યારે કિવી ટીમે 2 કેચ છોડ્યા. જીતના જશ્નની તસવીરો… IND Vs NZ ફાઇનલ મેચની ટૉપ મોમેન્ટ્સ વાંચો… 1. મેટ હેનરી ઈજાને કારણે રમી ન શક્યો ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર મેટ હેનરી ફાઇનલમાં રમી રહ્યો નથી. તેના સ્થાને ટીમમાં નાથન સ્મિથનો સમાવેશ કરવામાં આવ્યો. સ્મિથે ટીમ માટે 7 વન-ડે રમી છે. સાઉથ આફ્રિકા સામેની સેમિફાઈનલ મેચમાં હેનરી ઘાયલ થયો હતો. ફિલ્ડિંગ કરતી વખતે, તે લોંગ ઓન તરફ દોડ્યો અને 29મી ઓવરમાં હેનરિક ક્લાસેનનો કેચ પકડવા માટે ડાઇવ લગાવી. તેણે કેચ પકડ્યો પણ ઘાયલ થયો. રવિવારે મેચ પહેલા પ્રેક્ટિસ દરમિયાન તેણે બોલિંગનો અભ્યાસ કર્યો હતો પરંતુ ટીમના ફિઝિયોએ તેને ફિટ જાહેર કર્યો ન હતો. બાદમાં, તેને મેચ છોડીને જવું પડ્યું હતું. 2. રચિનને 2 ઓવરમાં 3 લાઇફ લાઇન મળી રચિન રવીન્દ્રને સાતમી ઓવરમાં લાઇફ લાઇન મળી. ઓવરના ત્રીજા બોલ પર મોહમ્મદ શમીએ રચીનનો કેચ છોડી દીધો. રવીન્દ્ર શમીના લેન્થ બોલને ડિફેન્ડ કરવા માંગતો હતો, બોલ બેટ સાથે અથડાયો અને બોલર શમી તરફ ગયો, પરંતુ તે તેને પકડી શક્યો નહીં. બોલ શમીની આંગળીમાં વાગ્યો. આવી સ્થિતિમાં ફિઝિયોને મેદાન પર આવવું પડ્યું. અહીં રચિન 28 રન પર બેટિંગ કરી રહ્યો હતો. આઠમી ઓવરમાં, રચિન રવીન્દ્ર એક રિવ્યૂના કારણે બચી ગયો. વરુણના ઓવરના પહેલા બોલ પર, રચિને સ્વીપ શોટ રમ્યો પણ બોલ ચૂકી ગયો. બોલ વિકેટકીપર કેએલ રાહુલ પાસે ગયો. રાહુલે અપીલ કરી અને અમ્પાયરે નિર્ણય આઉટ આપ્યો. રચિને તરત જ રિવ્યુ લીધો અને DRSમાં બતાવ્યું કે બોલ રચિનના બેટને લાગ્યો ન હતો. રચિને આઠમી ઓવરમાં જ પોતાની ત્રીજી લાઈફ મેળવી. આઠમી ઓવરમાં 29 રનના સ્કોર પર શ્રેયસ અય્યરે રચિનનો કેચ છોડી દીધો. તે દોડીને ડીપ મિડવિકેટ પર ગયો અને કેચ પકડ્યો, પણ પછી હાથમાં બોલ છટકી ગયો. 3. કુલદીપે પહેલા બોલ પર વિકેટ લીધી ભારતને 11મી ઓવરમાં બીજી વિકેટ મળી. કુલદીપ યાદવે ઓવરનો પહેલો બોલ રચિનને ​​ઓફ સ્ટમ્પની બહાર ફેંક્યો, બોલ અંદરની તરફ ટર્ન થયો અને રચિન બોલ્ડ થયો. તેણે 29 બોલમાં 37 રન બનાવ્યા. 4. રોહિત શર્માથી મિચેલનો કેચ ડ્રોપ થયો રોહિત શર્માએ 35મી ઓવરમાં ડેરીલ મિચેલને લાઇફ લાઇન આપી. અક્ષર પટેલના બોલ પર મિચેલે મિડ-વિકેટ તરફ શોટ રમ્યો. અહીં, કેપ્ટન રોહિત શર્માએ એક હાથે મિડવિકેટ પર કેચ લેવાનો પ્રયાસ કર્યો, પરંતુ બોલ તેની આંગળીને વાગતાં સરકી ગયો. રોહિત બેટર્સથી 27 મીટર દૂર ફિલ્ડિંગ કરી રહ્યો હતો. 5. લેગ સ્પિનર ચહલ મિસ્ટ્રી ગર્લ સાથે દેખાયો ટીમ ઈન્ડિયાનો લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલ પણ ફાઈનલ જોવા આવ્યો હતો. જેમાં તેની બાજુમાં એક છોકરી બેઠેલી દેખાય છે. ઑફિશિયલ બ્રોડકાસ્ટરના કેમેરામાં કેદ થઈ ગયેલા ચહલની સાથે કોણ છોકરી છે, તેની ચર્ચા સોશિયલ મીડિયામાં શરૂ થઈ ગઈ હતી. તમને જણાવી દઈએ કે ચહલ અને ધનશ્રી વર્માના ડિવોર્સની અફવા પણ ઊડી છે. 6. ગિલે ફિલિપ્સનો કેચ છોડ્યો 36મી ઓવરના છેલ્લા બોલ પર ગ્લેન ફિલિપ્સને જીવનદાન મળ્યું. રવીન્દ્ર જાડેજાએ ઓવરપિચ્ડ બોલ ફેંક્યો, ફિલિપ્સે સ્વીપ શોટ રમ્યો. શુભમન ગિલ ડીપ સ્ક્વેર લેગ પર ડાઇવ મારી પણ તેનાથી કેચ છૂટી ગયો. 7. જાડેજાએ રન આઉટની તક ગુમાવી 41મી ઓવરમાં માઈકલ બ્રેસવેલ રનઆઉટ થતા બચ્યો. કુલદીપની ઓવરના બીજા બોલ પર, બ્રેસવેલે પોઈન્ટ તરફ શોટ રમ્યો. અહીં જાડેજાએ નોન-સ્ટ્રાઈકર એન્ડ પર સ્ટમ્પ તરફ થ્રો કર્યો, પરંતુ ડાયરેક્ટ હીટ ચૂકી ગયો. બોલિંગ ક્રિઝ પર રહેલા કુલદીપ સ્ટમ્પની નજીક પણ ગયો ન હતો, જેના કારણે ટીમ રન આઉટની તક ગુમાવી દીધી હતી. પછી બ્રેસવેલ 53 રન બનાવીને અણનમ રહ્યો. 8. સિંગર વિશાલ મિશ્રાએ પર્ફોર્મન્સ આપ્યું ફાઈનલ મેચમાં પ્રથમ ઇનિંગ પછી ભારતીય ગાયક વિશાલ મિશ્રાએ ગીતો ગાયા. વિશાલ ઉપરાંત બોલિવૂડ અભિનેતા વિવેક ઓબેરોય પણ મેચ જોવા આવ્યો હતો. 9. રોહિતે છગ્ગો મારીને ટીમનું ખાતું ખોલાવ્યું કેપ્ટન રોહિત શર્માએ સિક્સર મારીને ભારતીય ઇનિંગ્સનું ખાતું ખોલાવ્યું. રોહિતે ઇનિંગની પહેલી ઓવર ફેંકી રહેલા કાયલ જેમિસનના બીજા બોલ પર પુલ શોટ રમીને સિક્સ ફટકારી. 9. ડેરીલ મિચેલે ગિલનો કેચ છોડ્યો શુભમન ગિલને સાતમી ઓવરમાં જીવનદાન મળ્યું. ગિલે જેમિસનની ઓવરનો બીજો બોલ મિડવિકેટ પર રમ્યો, જ્યાં મિચેલે કૂદીને તેને પકડવાનો પ્રયાસ કર્યો, પરંતુ બોલ તેની હથેળીમાં વાગ્યો અને સરકી ગયો. 10. ફિલિપ્સે હવામાં કૂદકો માર્યો અને એક હાથે કેચ પકડ્યો 19મી ઓવરમાં ગ્લેન ફિલિપ્સે શાનદાર કેચ પકડ્યો અને શુભમન ગિલને પેવેલિયન મોકલી દીધો. કેપ્ટન મિ;sલ સેન્ટનરની ઓવરના ચોથા બોલ પર ગિલે ડ્રાઇવ શોટ રમ્યો. અહીં શોર્ટ કવર પર ઊભેલા ફિલિપ્સે હવામાં કૂદકો માર્યો અને એક હાથે કેચ પકડ્યો. ગિલે 31 રનની ઇનિંગ રમી. 11. લાથમે રોહિતને સ્ટમ્પ આઉટ કર્યો ભારતે 27મી ઓવરમાં પોતાની ત્રીજી વિકેટ ગુમાવી દીધી. રચિન રવીન્દ્રની ઓવરના પહેલા બોલ પર, રોહિતે આગળ આવીને મોટો શોટ રમવાનો પ્રયાસ કર્યો, પરંતુ બોલ ચૂકી ગયો. અહીં તેને વિકેટકીપર ટોમ લેથમે સ્ટમ્પ આઉટ કર્યો. કેપ્ટન રોહિત શર્મા 83 બોલમાં 76 રન બનાવીને આઉટ થયો હતો. 12. શ્રેયસે 109 મીટરનો છગ્ગો ફટકાર્યો 37મી ઓવરમાં, શ્રેયસ અય્યરે 109 મીટરનો લાંબો છગ્ગો ફટકાર્યો. ગ્લેન ફિલિપ્સના ઓવરના ત્રીજા બોલ પર, શ્રેયસે આગળ આવીને ડીપ મિડવિકેટ પર સિક્સર ફટકારી. 13. સિક્સરના બીજા બોલ પર જેમિસને શ્રેયસનો કેચ છોડી દીધો 37મી ઓવરના ત્રીજા બોલ પર સિક્સર ફટકાર્યા પછી, શ્રેયસ અય્યર બીજા જ બોલ પર ફરી આગળ આવ્યો અને મોટો શોટ રમ્યો. બોલ બેટ પર બરાબર ન લાગ્યો અને લોંગ ઓન પર ઉભેલા કાયલ જેમિસને કેચ છોડી દીધો. 14. જાડેજાના ચોગ્ગાથી જીત્યું ભારત ભારતીય ઇનિંગ્સની 49મી ઓવરમાં, રવrન્દ્ર જાડેજાએ ચોગ્ગો ફટકારીને ટીમને જીત અપાવી. જાડેજાએ વિલિયમ ઓ’રોર્કની ઓવરના છેલ્લા બોલ પર ડીપ ફાઇન લેગ પર ફોર ફટકારી. તે 9 રન બનાવીને અણનમ રહ્યો. ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલના અન્ય સમાચાર પણ વાંચો… 12 વર્ષ પછી ઈન્ડિયા બન્યું ‘ચેમ્પિયન’: ટુર્નામેન્ટની ફાઈનલમાં ન્યૂઝીલેન્ડને હરાવીને ત્રીજી વખત ટ્રોફી કબજે કરી; જાડેજાએ વિનિંગ શોટ ફટકાર્યો ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું ચેમ્પિયન બન્યું છે. દુબઈમાં રમાયેલી ફાઈનલમાં ભારતે ન્યૂઝીલેન્ડને 4 વિકેટે હરાવીને ત્રીજું ટાઇટલ મેળવ્યું છે. આ સાથે જ ટીમ ઈન્ડિયાએ 12 વર્ષે ટ્રોફી પર કબજો કર્યો છે. ફાઈનલમાં કેપ્ટન રોહિત શર્માએ 76 રન બનાવ્યા હતા. તો શ્રેયસ અય્યરે 48 રન બનાવ્યા હતા. અંતે રાહુલ, હાર્દિક અને જાડેજાએ ટીમને જીત અપાવી હતી. સંપૂર્ણ સમાચાર વાંચો…

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments