શાયર રાવલ
અખંડ ભારતના શિલ્પી, લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ ‘દેઢ શતાબ્દી’ ઉજવવા દેશવ્યાપી યોજના બની છે. સાંસ્કૃતિક એકતા અને રાષ્ટ્રીય સ્વાભિમાનના પ્રતિક એવા સરદાર પટેલે 562 રજવાડાઓને આઝાદ ભારતમાં સમાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. એકતાના પ્રતિક રૂપે દેશના 150 શહેરોમાં ભવ્ય ઉજવણી ગુજરાતના નેતૃત્વ હેઠળ થશે. જેમાં રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ સહભાગી થશે. મહાસંમેલનો, સાંસ્કૃતિક કાર્યક્રમો, નિબંધ અને શેરી નાટક સ્પર્ધાઓ, ફૂડ ફેસ્ટિવલ અને લોકનૃત્ય જેવા આયોજન કરાશે. આ સાથે માર્ચ-એપ્રિલમાં દેશભરમાં વસતા ગુજરાતી અને અન્ય ભાષા-ભાષી આગેવોનો સાથે પરિચય સભાનું આયોજન કરવામાં આવશે. રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમ થકી દેશના 143 કરોડ નાગરિકો સુધી ‘સરદારના સ્વપ્નનું ભારત’ વિચારનો ફેલાવો કરવાનો ઉદ્દેશ છે. રાષ્ટ્રીય એકતા માટે સમર્પિત સુરત સ્થિત ‘ભારત-ભારતી’ સંસ્થા આ આયોજનની આગેવાની કરી રહી છે. કુલ પાંચ તબક્કામાં યોજાનારા આ કાર્યક્રમ માટે પાંચ મહિના પૂર્વેથી જ સુયોજિત રણનીતિ ઘડી લેવામાં આવી છે. ડિસેમ્બરમાં ગાંધીનગર ખાતે સમગ્ર દેશમાંથી ગુજરાતી સમાજના આગેવાનોની બે દિવસીય બેઠક યોજાઈ હતી. 15મી ઓગસ્ટ, સ્વતંત્રતા દિવસના પર્વે ‘લઘુ ભારત’ સમાન 150 શહેરોમાં વિશાળ મહાસંમેલનો યોજી રક્ષાસૂત્ર બંધન જેવા કાર્યક્રમો યોજાશે. ગુજરાતના કરમસદમાં 31 ઓક્ટોબર, 1875ના રોજ જન્મેલા વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ, 31 ઓક્ટોબર 2025ના રોજ દેશવ્યાપી રીતે ઉજવાશે. આ પ્રસંગે દેશભરમાં સરદાર એકતા સંમેલનો યોજાશે, જેમાં વડાપ્રધાન સહિત કેન્દ્રીય મંત્રીઓ, ધર્મગુરૂઓ, સામાજિક અગ્રણી, લેખકો, કલાકારો, વૈજ્ઞાનિકો અને ઉદ્યોગપતિઓ હાજર રહેશે. રાષ્ટ્રીય એકતા, સાંસ્કૃતિક વિરાસત અને બંધુત્વના ભાવને વધુ પ્રબળ કરવા માટે આગામી બે વર્ષ સુધી વિવિધ કાર્યક્રમો યોજાશે. ગુજરાત સરકારે તાજેતરમાં સોમનાથમાં ‘સૌરાષ્ટ્ર-તમિલ સંગમ’નું સફળ આયોજન કર્યું હતું. SoU ખાતે મહાસંમેલન, વિવિધ સમુદાયોના પ્રતિનિધિ હાજર રહેશે
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર પટેલની ‘દેઢ શતાબ્દી જયંતિ’ ની ઉજવણીને ધ્યાને રાખીને રાષ્ટ્રીય સ્તરના મહાસંમેલન યોજાશે. જેમાં દેશભરના ગુજરાતી સમાજના આગેવાનો અને વિવિધ ભાષા-ભાષી સમુદાયોના પ્રતિનિધિઓ હાજર રહેશે. સામાજિક આગેવાનોને ‘ભારતી ભુષણ’ સન્માનથી નવાજવામાં આવશે. તામિલનાડુમાં 600 વર્ષથી વસતા સૌરાષ્ટ્રિય તમિલ પર સંશોધન
નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ તામિલનાડુમાં વસતા 600 વર્ષ જૂના સૌરાષ્ટ્રિય તમિલો પર સંશોધન હાથ ધર્યું હતું. સૌરાષ્ટ્રિય તમિલો ઉત્તર મધ્યયુગમાં ગુજરાત છોડીને તમિલનાડુના તિરૂચિ, તંજાવુર, કુંભકોણમ અને સેલમ જેવા વિસ્તારોમાં વસ્યા અને ત્યાં વિવિધ વ્યવસાયો સાથે જોડાયા હતા. રાષ્ટ્રીય એકતાનું શહેરી મોડલ, સંસ્થા છેલ્લા 20 વર્ષથી કાર્યકત
ભારત-ભારતી સંસ્થા દેશના વિવિધ શહેરોમાં વિવિધ ભાષા અને સંસ્કૃતિ ધરાવતા નાગરિકોને એક સાથે જોડવાનું કાર્ય કરી રહી છે. 150 શહેરમાં સરદાર પટેલની 150મી જન્મજયંતિ ઉજવવામાં આવશે. સંસ્થા એકતાને ઉજાગરનું કાર્ય 20 વર્ષથી કરી રહી છે. – વિનય પત્રાળે, સંસ્થાપક અધ્યક્ષ, ભારત-ભારતી ઉત્તર ભારતના 46 શહેરોમાં કાર્યક્રમો
દક્ષિણ ભારત33
મધ્ય ભારત 24
પશ્ચિમ ભારત27
પૂર્વ ભારત20
ઉત્તર ભારત46