મહારાષ્ટ્રમાં ગુઇલેન-બેરે સિન્ડ્રોમ (GBS)નો પહેલો કેસ 9 જાન્યુઆરીના રોજ નોંધાયો હતો. અત્યાર સુધીમાં 225 શંકાસ્પદ કેસ નોંધાયા છે. જેમાં 197માં જીબીએસની પુષ્ટિ થઈ છે. 179 દર્દીઓ સાજા થયા છે. 24ની સારવાર ચાલુ છે. 15 વેન્ટિલેટર પર છે. કુલ 12 મૃત્યુ નોંધાયા છે. જેમાંથી 6ના મૃત્યુનું કારણ GBS છે અને 6ના મોતનું કારણ શંકાસ્પદ છે. મહારાષ્ટ્ર આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, આ તમામ કેસ પુણે મ્યુનિસિપલ કોર્પોરેશન, પુણે કોર્પોરેશન ગામ, પિંપરી ચિંચવડ મ્યુનિસિપલ કોર્પોરેશન, પુણે ગ્રામીણ અને અન્ય જિલ્લાના છે. આ વિસ્તારો રાસાયણિક અને જૈવિક પૃથ્થકરણ માટે 7262 પાણીના નમૂનાઓ લેબમાં મોકલવામાં આવ્યા હતા. 144 જળ સ્ત્રોતોમાં ઈન્ફેક્શનની વાત સામે આવી છે. વહીવટીતંત્રે આ જિલ્લાઓમાં 89,699 ઘરોની મુલાકાત પણ લીધી છે. તેમાં પૂણે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 46,534, પિંપરી ચિંચવડ મ્યુનિસિપલ કોર્પોરેશન (PCMC)માં 29,209 અને પુણે ગ્રામીણમાં 29,209નો સમાવેશ થાય છે. જીબીએસનો કોઈ કેસ જોવા મળે તો તેની જાણ કરવા ખાનગી દવાખાનાઓને સલાહ આપવામાં આવી છે. સારવાર મોંઘી છે, એક ઇન્જેક્શનનો ખર્ચ 20 હજાર રૂપિયા છે ડોકટરોના જણાવ્યા મુજબ, દર્દીઓને સામાન્ય રીતે ઇમ્યુનોગ્લોબ્યુલિન (IVIG) ઇન્જેક્શનનો કોર્સ કરવો પડે છે. ખાનગી હોસ્પિટલમાં એક ઈન્જેક્શનની કિંમત 20 હજાર રૂપિયા છે. પુણેની એક હોસ્પિટલમાં દાખલ 68 વર્ષીય દર્દીના પરિવારે જણાવ્યું કે સારવાર દરમિયાન તેમના દર્દીને 13 ઈન્જેક્શન લેવા પડ્યા હતા. ડોકટરોના જણાવ્યા મુજબ, જીબીએસથી અસરગ્રસ્ત 80% દર્દીઓ હોસ્પિટલમાંથી રજા મળ્યા પછી 6 મહિનાની અંદર કોઈપણ આધાર વિના ચાલવા લાગે છે. પરંતુ ઘણા કિસ્સાઓમાં દર્દીને એ તેમાં એક વર્ષ કે તેથી વધુ સમય લાગી શકે છે.