સલમાન ખાનની ફિલ્મ સિકંદર આ વર્ષે ઈદના અવસરે રિલીઝ થશે. દરમિયાન, એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે આ ફિલ્મ થલાપતિ વિજયની ‘સરકાર’ અને પ્રભાસની ‘સલાર’થી પ્રેરિત છે. એટલું જ નહીં, તે તેનું રિમેક છે. હવે આ બાબતમાં ફિલ્મના ડિરેક્ટર એ.આર. મુરુગાદોસે પોતે સ્પષ્ટતા આપી છે. તેણે કહ્યું કે આ રિમેક નથી પણ સંપૂર્ણપણે ઓરિજિનલ સ્ટોરી છે. ઇન્ડિયા ટુડેના અહેવાલ મુજબ, ડિરેક્ટર એ.આર. મુરુગાદોસે કહ્યું, આ એક સંપૂર્ણપણે ઓરિજિનલ સ્ટોરી છે. ‘સિકંદર’ના દરેક સીન, દરેક ફ્રેમને પ્રેક્ષકોને એક નવો અનુભવ આપવા માટે પ્રમાણિક રીતે ડિઝાઇન અને અમલમાં મૂકવામાં આવી છે. આ કોઈ ફિલ્મનું રિમેક કે રૂપાંતર નથી. ફિલ્મની ઓરિજિનાલિટીનો એક મોટો ભાગ તેની પાવરફુલ બેકગ્રાઉન્ડ સ્કોર છે, જે અત્યંત ટેલેન્ટેડ સંતોષ નારાયણન દ્વારા તૈયાર કરાયું છે. તેનું મ્યુઝિક ફિલ્મના ઊર્જાવાન સ્વર અને વિસ્ફોટક સીન સાથે સંપૂર્ણ રીતે મેળ ખાય છે, જે દરેક સીનની ભાવનાત્મક અસરમાં વધારો કરે છે. ‘સિકંદર’ ઈદ પર રિલીઝ થશે
ફિલ્મ સિકંદર ઈદના અવસર પર સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં સલમાન ખાન અને રશ્મિકા મંદાના મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ સાઉથના ફેમસ ડિરેક્ટર એ.આર. મુરુગાદોસ દ્વારા બનાવવામાં આવી હતી. જેમણે અગાઉ ‘ગજની’, ‘હોલિડે’ અને ‘અકીરા’ જેવી હિન્દી ફિલ્મોનું ડિરેક્શન કર્યું છે. જ્યારે, સાજિદ નડિયાદવાલા તેના નિર્માતા છે. ફિલ્મના ગીતે ધૂમ મચાવી
તાજેતરમાં જ ‘સિકંદર’નું નવું ગીત ‘મેરી ઝોહરા જબીન’ રિલીઝ થયું છે, જેને જોઈને સલમાન ખાનના ચાહકો ખૂબ ખુશ છે. સલમાન ખાન અને રશ્મિકા મંદાનાની જોડી પણ દર્શકોને ખૂબ જ પસંદ આવી રહી છે.