back to top
Homeભારતગુજરાતથી હોળી ઊજવવા વતન જઈ રહેલાં વેપારી સહિત 5નાં મોત:કાર-કન્ટેનર વચ્ચે જોરદાર...

ગુજરાતથી હોળી ઊજવવા વતન જઈ રહેલાં વેપારી સહિત 5નાં મોત:કાર-કન્ટેનર વચ્ચે જોરદાર ટક્કર થતાં મૃતદેહો સીટ સાથે ચોંટી ગયા, ગાડી ચીરીને બહાર કાઢવા પડ્યા

યુપીના બસ્તી જિલ્લામાં કાર અને કન્ટેનર વચ્ચે ટક્કર થઈ. દુર્ઘટનામાં બિઝનેસમેન સહિત કાર સવાર 5 લોકોનાં મોત થઈ ગયા. 3 ગંભીર છે. કાર સવાર ગુજરાતથી હોળી ઊજવવા માટે પોતાના વતન ગોરખપુર જઈ રહ્યો હતો. આ દુર્ઘટના રવિવારે સવારે 7 વાગ્યે નગર થાણા પોલીસ સ્ટેશનમાં બની હતી. હાઈવે પર અચાનક કન્ટેનરે લેન બદલી નાખી. ડિવાઇડર ન હોવાના કારણે સામેથી આવી રહેલી કાર સાથે ટક્કર થઈ ગઈ. આ ટક્કર એટલી જોરદાર હતી કે કાર સવાર 8માંથી 5 લોકોનાં ઘટનાસ્થળે જ મોત થઈ ગયા હતા. એસયૂવી ગાડી હેક્સાનો આગળનો ભાગ ખરાબ રીતે તૂટી ગયો હતો. મૃતદેહો સીટ સાથે ચોંટી ગયા હતા. અથડામણ પછી ચીસો અને બૂમો પડી રહી હતી. આસપાસના લોકો ત્યાં આવી ગયા હતા. ઘાયલ લોકોને બહાર કાઢવાની કોશિશ કરવામાં આવી, પરંતુ ગાડી સાથે તેઓ એ રીતે ચોંટી ગયા હતા કે તેમને બહાર કાઢી શકાયા નહીં. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે સળિયાથી ગાડી તોડીને કોઈ પ્રકારે ઘાયલ લોકો અને મૃતદેહોને બહાર કાઢ્યા. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. 3 તસવીર જુઓ… ગાડી ગુજરાતની હતી, માલિક ચલાવી રહ્યો હતો
પોલીસે જણાવ્યું કે કાર ગુજરાતના નંબર પર રજિસ્ટર્ડ છે. માલિક પ્રેમચંદ્ર પાસવાન પોતે કાર ચલાવી રહ્યો હતો. તે ગોરખપુરના ખોરાબાર પોસીસ સ્ટેશનના તરકુલહી જસોપુર ગામનો રહેવાસી હતો. ગુજરાતના ગાંધીનગરમાં વિશાલ ફેબ્રિકેશનના નામથી તેમની કંપની છે. કંપનીમાં મોટાભાગના કર્મચારી ગોરખપુરના જ હતા. હોળી ઊજવવા માટે માલિક પોતે કારથી કર્મચારીઓને લઇને ગાંધીનગરથી રવાના થયો હતો. કોઈનું માથું અને કોઈનો હાથ અલગ થઈ ગયો
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર ટક્કર એટલી ગંભીર હતી કે કારમાં સવાર એક યુવાનનું માથું અલગ થઈને નીચે લટકી ગયું. જ્યારે બીજાનો હાથ અલગ થઈ ગયો. બધા મૃતકો પુરુષો છે. ઉંમર 25 થી 40 વર્ષની વચ્ચે છે. પોલીસનું કહેવું છે કે આ લોકો સતત ગાડી ચલાવીને ગુજરાતથી આવી રહ્યા હતા. એટલે એવું બની શકે કે ઝોકું આવવાના કારણે ડ્રાઇવર એલર્ટ થઈ શક્યો ન હોય અને ટક્કર થઈ ગઈ હોય. મૃતકોની ઓળખ પ્રેમચંદ, શકીલ, બહારન, બિશ્વજીત, શિવરાજ સિંહ તરીકે થઈ છે. ઘાયલોની ઓળખ છગુર યાદવ, ભુઆલ અને અનિરુદ્ધ તરીકે થઈ છે. અકસ્માતને લઈને આ સમાચાર પણ વાંચો હરિયાણામાં વાયુસેનાનું જેગુઆર ફાઇટર પ્લેન ક્રેશ:અંબાલા એરબેઝથી ઉડાન ભરી, પંચકુલામાં ક્રેશ; પાઇલટ પ્લેનને રહેણાક વિસ્તારથી દૂર લઈ જઈ સુરક્ષિત બહાર નીકળ્યો શુક્રવારે હરિયાણાના પંચકુલામાં ભારતીય વાયુસેનાનું જેગુઆર ફાઇટર પ્લેન ક્રેશ થયું. આ વિમાને અંબાલા એરબેઝથી ઉડાન ભરી હતી. પાઇલટ વિમાનમાંથી બહાર નીકળી ગયો હતો. આ અકસ્માત પંચકુલાના મોરનીના બલદવાલા ગામ પાસે થયો હતો. વાયુસેનાના અધિકારીએ જણાવ્યું કે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. આ સમાચાર આગળ વાંચવા માટે અહીં ક્લિક કરો….

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments