back to top
Homeભારતગોલ્ડ સ્મગલિંગ કેસઃ કન્નડ એક્ટ્રેસને ભાજપ સરકારે જમીન આપી હતી:ફેબ્રુઆરી 2023માં સ્ટીલ...

ગોલ્ડ સ્મગલિંગ કેસઃ કન્નડ એક્ટ્રેસને ભાજપ સરકારે જમીન આપી હતી:ફેબ્રુઆરી 2023માં સ્ટીલ પ્લાન્ટ માટે ફાળવવામાં આવી હતી, 138 કરોડનો પ્રોજેક્ટ હતો

ગોલ્ડ સ્મગલિંગ કેસમાં અરેસ્ટ કન્નડ એક્ટ્રેસ રાન્યા રાવ ઉર્ફે હર્ષવર્ધિની રાન્યા સ્ટીલ પ્લાન્ટ લગાવવાની હતી. કર્ણાટક સરકારે તેને ફેબ્રુઆરી 2013માં 12 એકર જમીન પણ અલોર્ટ કરી હતી. કર્ણાટક ઔદ્યોગિક ક્ષેત્ર વિકાસ બોર્ડ(KIDB) એ જણાવ્યું કે રાન્યાની ફર્મ ક્ષીરોડા ઇન્ડિયાને તુમકુર જિલ્લાના સિરા ઔદ્યોગિક ક્ષેત્રમાં જમીન આપવામાં આવી હતી. રાન્યાની ફર્મને 12 એકર જમીન આપવામાં આવી, જેમાં તેઓ સ્ટીલ પ્લાન્ટ લગાવવાના હતા. તેના માટે તે 138 કરોડ રૂપિયા રોકાણ કરવાની હતી. જેનાથી 160 લોકોને રોજગાર મળતો. આ મુદ્દાને રાજકીય વળાંક લેતા જોઈને કર્ણાટકના ઉદ્યોગ મંત્રી એમબી પાટિલના ઓફિસમાંથી રાન્યાને જમીન ફાળવણી સંબંધિત માહિતી શેર કરવામાં આવી છે. એવું કહેવામાં આવ્યું હતું કે ભાજપ સરકાર દરમિયાન રાન્યાને જમીન આપવામાં આવી હતી. બે મહિના પછી રાજ્યમાં કોંગ્રેસ સરકાર રચાઈ હતી. 4.2 કિલો સોના સાથે અરેસ્ટ થઈ રાન્યા
કન્નડ એક્ટ્રેસ રાન્યા રાવને 3 માર્ચે 14.2 કિલો સોના સાથે બેંગલુરુના કેપાગૌરા ઇન્ટનેશનલ એરપોર્ટ પર દુબઈથી પાછા ફરતી સમયે અરેસ્ટ કરવામાં આવી હતી. રાન્યાએ તેને પોતાના બેલ્ટમાં સંતાડીને લાવી હતી. તેના ઉપર સ્મગલિંગનો કેસ નોંધવામાં આવ્યો છે. આ પહેલાં પોલીસે 6 માર્ચે રાન્યાના લાવેલ રોડ સ્થિત અપાર્ટમેન્ટની તપાસ કરી હતી. અહીંથી 2.1 કરોડ રૂપિયાના ઘરેણાં અને 2.7 કરોડના રોકડ રૂપિયા મળી આવ્યા હતા. સોનાની કિંમત 12.56 કરોડ રૂપિયા આંકવામાં આવી છે. આ પ્રકારે રાન્યા પાસેથી કૂલ 17.29 કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે. રાન્યા ડીજીપી રામચંદ્ર રાવની સાવકી દીકરી
રાન્યા કર્ણાટક પોલીસ હાઉસિંગ કોર્પોરેશનના ડીજીપી રામચંદ્ર રાવની સાવકી દીકરી છે. રાવે કહ્યું કે મારી કારકિર્દી પર કોઈ કાળો ડાઘ નથી. બીજા કોઈ પણ પિતાની જેમ, જ્યારે મને મીડિયા દ્વારા આ વિશે ખબર પડી, ત્યારે હું ચોંકી ગયો. મને આમાંની કોઈ પણ વાતની જાણ નહોતી. હું આનાથી વધુ કંઈ કહેવા માંગતો નથી. રાન્યા હવે અમારી સાથે નથી રહેતી. તે તેના પતિ સાથે અલગ રહે છે. એક કિલો સોનાના 1 લાખ રૂપિયા મળ્યા
સૂત્રોનો દાવો છે કે રાન્યાને દરેક કિલોગ્રામ સોનું લાવવા બદલ 1 લાખ રૂપિયા મળે છે. આ રીતે તેણે દરેક ટ્રીપમાં 12 થી 13 લાખ રૂપિયા કમાયા. ડીઆરઆઈ અધિકારીઓના જણાવ્યા અનુસાર, રાન્યા રાવ દુબઈથી અમીરાતની ફ્લાઇટ દ્વારા ભારત પરત ફરી હતી. 15 દિવસમાં 4 વખત દુબઈ ગઈ હતી
છેલ્લા 15 દિવસમાં તે ચાર વખત દુબઈ ગઈ હોવાથી સુરક્ષા એજન્સીઓ પહેલાથી જ તેની ગતિવિધિઓ પર નજર રાખી રહી હતી. ડીઆરઆઈની દિલ્હી ટીમને પહેલાથી જ સોનાની દાણચોરીમાં રાન્યાની સંડોવણીની જાણ હતી. તેથી, ૩ માર્ચે, અધિકારીઓ તેની ફ્લાઇટ લેન્ડ થાય તેના બે કલાક પહેલા એરપોર્ટ પર પહોંચી ગયા. રાન્યા 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં
ધરપકડ બાદ રાન્યા રાવને કોર્ટમાં રજૂ કરવામાં આવી. જ્યાંથી તેને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવી. રાન્યાએ કન્નડ ફિલ્મો ‘માનિક્ય’ અને ‘પટકી’માં કામ કર્યું છે. રાન્યાએ તેના શરીર, જાંઘ અને કમર પર ટેપ લગાવીને સોનું છુપાવ્યું હતું. પોતાના કપડાંમાં સોનું છુપાવવા માટે, તેણે મોડિફાઇડ જેકેટ અને રિસ્ટ બેલ્ટનો ઉપયોગ કર્યો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments