રવિવારે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં ચેમ્પિયન્સ ટ્રોફી એવોર્ડ સમારોહમાં પાકિસ્તાનનો એક પણ પ્રતિનિધિ હાજર ન રહેવા બદલ ભૂતપૂર્વ ક્રિકેટર શોએબ અખ્તરે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ની ટીકા કરી છે. તેણે સોશિયલ મીડિયા પર કહ્યું કે તે તેની સમજની બહાર છે કે PCB એ સ્ટેજ પર એક પણ પ્રતિનિધિ કેમ ન મોકલ્યો. ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડને 4 વિકેટે હરાવીને ટાઇટલ જીત્યું. એવોર્ડ સેરેમનીમાં ICC પ્રમુખ જય શાહ સહિત BCCI અને ન્યૂઝીલેન્ડના અધિકારીઓ હાજર રહ્યા
એવોર્ડ સમારોહમાં મંચ પર ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના પ્રમુખ જય શાહ, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના પ્રમુખ રોજર બિન્ની અને સેક્રેટરી દેવજીત સૈકિયા અને ન્યૂઝીલેન્ડ ક્રિકેટ (NZC)ના ડિરેક્ટર રોજર ટૌસી હાજર હતા. સ્ટેજ પર કોઈ પાકિસ્તાની અધિકારી હાજર નહોતા. જ્યારે પાકિસ્તાન ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું સત્તાવાર યજમાન હતું. PCBના ચીફ ઓપરેટિંગ ઓફિસર સુમૈર અહેમદ, જે ચેમ્પિયન્સ ટ્રોફીના ટુર્નામેન્ટ ડિરેક્ટર પણ છે, દુબઈમાં હાજર હતા પરંતુ તેમને સ્ટેજ પર બોલાવ્યા નહોતા. PCB ચેરમેને આવવામાં અસમર્થતા વ્યક્ત કરી
ટેલિકોમ એશિયા સ્પોર્ટ (www.telecomasia.net)ના અહેવાલ મુજબ, PCBના અધ્યક્ષ મોહસીન નકવી, જે પાકિસ્તાન સરકારમાં મંત્રી પણ છે, તેમને ICCએ એવોર્ડ સમારોહમાં આમંત્રણ આપ્યું હતું. જોકે, તેમણે ICCને જાણ કરી હતી કે રાષ્ટ્રપતિ આસિફ ઝરદારી પાકિસ્તાની સંસદમાં રાષ્ટ્રને સંબોધિત કરવાના છે અને તેથી તેઓ આવી શકશે નહીં. પાકિસ્તાન 29 વર્ષ પછી ICC ટુર્નામેન્ટનું આયોજન કરી રહ્યું હતું
પાકિસ્તાન 29 વર્ષ પછી ICC ટુર્નામેન્ટનું આયોજન કરી રહ્યું હતું. ટીમ ઈન્ડિયાના ગ્રૂપમાં પાકિસ્તાન ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશ સાથે હતું. પાકિસ્તાનને ભારત અને ન્યૂઝીલેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો. જ્યારે બાંગ્લાદેશ સામેની મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી. ચેમ્પિયન્સ ટ્રોફી સંબંધિત આ સમાચાર પણ વાંચો… આ ત્રણેય ગુજરાતીઓના દમ પર ચેમ્પિયન બન્યું ભારત: જાડેજા-પંડ્યા-અક્ષરની ત્રિપુટીએ ટુર્નામેન્ટમાં જબરદસ્ત પર્ફોર્મ કર્યું 19 ફેબ્રુઆરીથી શરૂ થયેલી ચેમ્પિયન્સ ટ્રોફી ટુર્નામેન્ટને અંતે ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું ચેમ્પિયન બન્યું. દુબઈમાં રમાયેલી ફાઈનલમાં ભારતે ન્યૂઝીલેન્ડને 4 વિકેટે હરાવીને ત્રીજું ટાઇટલ જીત્યું. ટીમ ઈન્ડિયાના ત્રણેય સ્ટાર ઓલરાઉન્ડર્સ રવીન્દ્ર જાડેજા, હાર્દિક પંડ્યા અને અક્ષર પટેલે ટીમને ચેમ્પિયન બનાવવામાં મહત્ત્વનો રોલ નિભાવ્યો. તો ચાલો આવો જાણીએ આ ત્રણેય ગુજરાતીઓએ કેવી રીતે આખા ભારતનું માથું ગર્વથી ઊંચું કરી દીધું. સંપૂર્ણ સમાચાર વાંચો…