back to top
Homeમનોરંજન'ચેમ્પિયન' ભારતની ટીમ માટે સેલેબ્સે ​​​​​​​ખાસ પોસ્ટ શેર કરી:અનુષ્કાએ વિરાટ કોહલીને ગળે...

‘ચેમ્પિયન’ ભારતની ટીમ માટે સેલેબ્સે ​​​​​​​ખાસ પોસ્ટ શેર કરી:અનુષ્કાએ વિરાટ કોહલીને ગળે લગાવ્યો, બેબી બમ્પ સાથે આથિયાનું સેલિબ્રેશન

9 માર્ચે ભારતે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ન્યુઝીલેન્ડ સામે જીત મેળવી હતી. વિવેક ઓબેરોયે દુબઈ સ્ટેડિયમમાં ફાઈનલ મેચની જોઈ, જ્યારે અનુષ્કા શર્મા પણ તેના પતિ વિરાટ કોહલી અને ટીમ ઈન્ડિયાને ચીયર કરવા પહોંચી હતી. ભારતની જીત બાદ ઘણા સેલેબ્સે ખુશી વ્યક્ત કરી છે. અજય દેવગને પત્નીનો ‘કભી ખુશી કભી ગમ’નો સીન શેર કર્યો
અજય દેવગને ફિલ્મ ‘કભી ખુશી કભી ગમ’નો કાજોલનો એક સીન શેર કર્યો અને લખ્યું, અમારા ઘરમાં આજે પણ આવું જ વાતાવરણ છે, ટીમ ઈન્ડિયાને અભિનંદન. વિવેક ઓબેરોયે સ્ટેડિયમનો નજારો બતાવ્યો વિવેક ઓબેરોયે સ્ટેડિયમનો એક વીડિયો શેર કર્યો અને લખ્યું, ઓયે, હોયે. 25 વર્ષની રાહનો અંત આવ્યો. આજે રોહિતના સિંહોએ ચેમ્પિયન્સ ટ્રોફી 2000ના ન્યૂઝીલેન્ડ સાથેના સ્કોરની બરાબરી કરી. મિત્રો, આ ટ્રોફી આપણો હક હતો અને ટીમ ઈન્ડિયાએ માત્ર ટ્રોફી જીતી જ નહીં પરંતુ ભારતના લોકોના દિલ પણ જીતી લીધા. રોહિત શર્માએ હંમેશની જેમ એક ઉદાહરણ બેસાડ્યું. દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં સૌથી વધુ જીત ટકાવારીનો રેકોર્ડ હવે ટીમ ઈન્ડિયાના નામે છે. મેરા ભારત મહાન. જય હિન્દ. અનુપમ ખેરે ફ્લાઇટનો સીન શેર કર્યો
અનુપમ ખેરે ફ્લાઇટનો એક વીડિયો શેર કર્યો અને લખ્યું, હું હમણાં જ મુંબઈ ઉતર્યો છું. આ એક સસ્પેન્સભરી ફ્લાઇટ હતી. ફ્લાઇટ દરમિયાન મને ખબર પડી કે ભારતે ચેમ્પિયન્સ ટ્રોફી જીતી લીધી છે. હર હર મહાદેવ. ભારત માતા કી જય. જય હો! જય હિંદ! જમાઈ અને ટીમ ઈન્ડિયા માટે સુનિલ શેટ્ટીની પોસ્ટ
સુનિલ શેટ્ટીએ ભારતની જીત પર પોતાના જમાઈ કેએલ રાહુલની તસવીર શેર કરી અને લખ્યું, ભારતની જીત, રાહુલનો કમાન્ડ. બેબી બમ્પ સાથે આથિયાનું સેલિબ્રેશન
આથિયા શેટ્ટીએ પણ તેના ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર પોસ્ટ કરી છે, જેમાં તે બેબી બમ્પ સાથે ટીમ ઇન્ડિયાની જીતની ઉજવણી કરતી જોવા મળી રહી છે. વિરાટ-અનુષ્કાનો પોઝ સ્ટેડિયમમાંથી અનુષ્કા શર્માના ઘણા ફોટા અને વીડિયો પણ સામે આવ્યા છે. એક તસવીરમાં અનુષ્કા વિરાટને ભેટીને ઊભી છે. સામે આવેલા એક વીડિયોમાં, વિરાટ-અનુષ્કા એકબીજાનાં ખભા પર હાથ રાખીને ઊભા રહેલા જોવા મળ્યાં હતાં. અમિતાભ બચ્ચને પણ ટીમ ઈન્ડિયાને અભિનંદન આપ્યા

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments