ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ વિકેટકીપર-બેટર મેથ્યુ વેડ આસિસ્ટન્ટ કોચ તરીકે IPLમાં પરત ફરશે. વેડ IPL 2025 માટે ગુજરાત ટાઇટન્સના કોચિંગ સ્ટાફમાં જોડાયો. વેડે રવિવારે આ માહિતી આપી. તે 3 વર્ષ પછી IPLમાં જોડાવા જઈ રહ્યો છે. ખેલાડી તરીકે, મેથ્યુ વેડ 2022માં IPL ચેમ્પિયન બનેલી ગુજરાત ટીમનો પણ ભાગ હતા. 2022 અને 2024માં ગુજરાત માટે 12 મેચ રમી
મેથ્યુ વેડે 2022 અને 2024માં ગુજરાત ટાઇટન્સ માટે 12 IPL મેચ રમી હતી. જેમાં તેણે કુલ 161 રન બનાવ્યા. વેડ ઓક્ટોબર 2024માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. થોડા સમય પછી, તે પાકિસ્તાન સામેની T20 શ્રેણી માટે આન્દ્રે બોરોવાક સાથે ઓસ્ટ્રેલિયાના કોચિંગ સ્ટાફનો ભાગ બન્યો. આશિષ નેહરા હેડ કોચ, પાર્થિવ પટેલ બેટિંગ કોચ
કોચિંગ સ્ટાફમાં આશિષ નેહરા હેડ કોચ તરીકે મેથ્યુ વેડ સાથે સામેલ છે. જ્યારે પાર્થિવ પટેલ ટીમનો બેટિંગ કોચ રહેશે. આશિષ કપૂર અને નરેન્દ્ર નેગી પણ આસિસ્ટન્ટ કોચ તરીકે ટીમનો ભાગ છે. ગુજરાત ટાઇટન્સનો ગ્રાફ પહેલાની સરખામણીમાં ઘટ્યો
ગુજરાત ટાઇટન્સે 2022માં તેમની પ્રથમ IPL સીઝનમાં શાનદાર શરૂઆત કરી હતી. ટીમે પહેલી બે સીઝનમાં ફાઈનલમાં પણ જગ્યા બનાવી હતી. આ ટીમ 2022માં ચેમ્પિયન બની અને 2023માં રનર્સઅપ બની. જોકે, 2024માં ટીમ તેમની 14 લીગ મેચમાંથી માત્ર 5 જ જીતી શકી. ટીમ 10 ટીમના પોઈન્ટ ટેબલમાં આઠમા ક્રમે હતી. વેડ દિલ્હી તરફથી પણ રમી ચૂક્યો છે
મેથ્યુ વેડે 2011માં IPL માં ડેબ્યૂ કર્યું હતું, જ્યારે તેને દિલ્હી કેપિટલ્સે ખરીદ્યો હતો. જોકે, તે ટીમ માટે ફક્ત 3 મેચ રમી શક્યો, જેમાં તે ફક્ત 22 રન જ બનાવી શક્યો. આ પછી, 10 વર્ષ સુધી કોઈ ટીમે તેને ખરીદ્યો નહીં. તેણે 2022માં કમબેક કર્યું અને ગુજરાત ટાઇટન્સમાં જોડાયો હતો.