back to top
Homeગુજરાતહોળી પર સુરતથી સ્પેશિયલ ટ્રેનો અને બસો દોડશે:એસટી વિભાગ 550 એક્સ્ટ્રા બસ...

હોળી પર સુરતથી સ્પેશિયલ ટ્રેનો અને બસો દોડશે:એસટી વિભાગ 550 એક્સ્ટ્રા બસ ચલાવશે, પશ્ચિમ રેલવેએ 6 હોલિડે સ્પેશિયલ ટ્રેનો ચાલુ કરી

હોળી-ધુળેટી અને વેકેસનના પર્વને લઇ મોટી સંખ્યામાં વતન જતાં લોકો માટે પશ્ચિમ રેલવે દ્વારા 50 સ્પેશિયલ ટ્રેનો દોડાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. જ્યારે બીજી તરફ લોકોની ભારે ભીડને ધ્યાનમાં રાખી એસટી વિભાગ દ્વારા પણ સુરતથી 550 એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવી રહી છે. સ્પેશિયલ ટ્રેનો ઉનાળુ વેકેશન સુધી દોડાવાશે જ્યારે બસો હોળી-ઘૂળેટી પર્વ સુધી દોડવવાનું આયોજન છે. ત્યારે હાલ પશ્ચિમ રેલવે દ્વારા ગુજરાત થઇ અલગ અલગ રાજ્યોમાં જનારી 6 સ્પેશિયલ ટ્રેનોનું વાર અને સમય સાથેનું શેડ્યુલ બહાર પાડવામાં આવ્યું છે. સુરત એસટી વિભાગ દ્વારા દોડાવામાં આવનારી ખાસ બસોમાં જો કોઈ આખી બસનું ગ્રુપ બુકિંગ કરાવશે તો સુરત એસટી વિભાગ દ્વારા એક ખાસ આયોજનના રૂપે “એસ ટી આપના દ્વારે” અનુસાર તેઓને તેમની સોસાયટીથી તેમના વતન સુધી પહોંચાડશે. પશ્ચિમ રેલવે દ્વારા 50 હોલિડે સ્પેશિયલ ટ્રેનની 694 ટ્રિપ
હોળીના પર્વે ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડ, રાજસ્થાન તરફની ટ્રેનોમાં ભીડ ઊમટી પડશે. ત્યારે ભીડને કાબૂમાં રાખવા માટે રેલવે તંત્રએ તડામાર તૈયારીઓ કરી દીધી છે. 70 જવાનોની RPFની એક ટુકડી તહેનાત કરી દેવામાં આવી છે. આ સાથે જ ઉધના રેલવે સ્ટેશને પર આરપીએફ જવાનોની અલગ-અલગ ટીમ અને સુરત રેલવે સ્ટેશને 86 જવાનોની અલગ-અલગ ટીમો તહેનાત કરી દેવાઈ છે. પશ્ચિમ રેલવે દ્વારા 50 હોલિડે સ્પેશિયલ ટ્રેનની કુલ 694 ટ્રિપ દોડાવવામાં આવશે. સ્પેશિયલ ટ્રેનો 9 માર્ચથી 29 જૂન સુધી ચલાવાશે
ટ્રેન નંબર 09031 ઉધના સ્પેશિયલ ટ્રેન દર રવિવારે ઉધનાથી 11.25 કલાકે ઊપડશે. બીજા દિવસે 21.30 કલાકે જયનગર પહોંચશે. આ સ્પેશિયલ ટ્રેન 9 માર્ચથી 29 જૂન 2025 સુધી ચલાવવામાં આવશે. ટ્રેન નંબર 09032 જયનગર ઉધના સ્પેશિયલ દર સોમવારે જયનગરથી 23 કલાકે રવાના થશે અને બુધવારે 14.30 કલાકે ઉધના પહોંચશે. આ ટ્રેન બારડોલી નંદુરબાર ભુસાવલ થઈ દરભંગા મધુની પહોંચશે. વધુમાં ઉનાળાની હોલિડે સ્પેશિયલ ટ્રેનો પણ ચલાવવામાં આવશે. રેલવે સ્ટેશન પર પોલીસ ટીમો તૈનાત કરાઈ
ટ્રેન નંબર 09031 ઉધના સ્પેશિયલ ટ્રેન 9 માર્ચ 2025 ઉધના રેલવે સ્ટેશન ખાતેથી 11.25 કલાકે ઊપડી હતી. જેમાં મોટી સંખ્યામાં મુસાફરો પોતાના વતન તરફ ગયા હતા. રેલવે પોલીસ તહેનાત હોવાથી મુસાફરોને કોઈ અગવડતા ન પડે તે પ્રકારની તમામ વ્યવસ્થા કરવામાં આવી હતી. આ સાથે જ અલગ અલગ જગ્યાઓ પર હેલ્પ ડેસ્ક પણ શરૂ કરવામાં આવ્યા હતા. પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની સુવિધા તથા હોળી અને ઉનાળા દરમિયાન તેમની યાત્રા માગને પૂરી કરવાના ઉદ્દેશથી અમદાવાદ મંડળ થઈને વિશેષ ભાડા પર વધુ 3 જોડી સ્પેશિયલ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે… 1. ટ્રેન નંબર 04714/04713 બાન્દ્રા ટર્મિનસ-બીકાનેર સ્પેશિયલ (અઠવાડિક) (8 ફેરા)ટ્રેન નંબર 04714 બાન્દ્રા ટર્મિનસ-બીકાનેર સ્પેશિયલ દર શુક્રવારે બાન્દ્રા ટર્મિનસથી 16.00 કલાકે ઉપડશે અને બીજા દિવસે 14.30 કલાકે બીકાનેર પહોંચશે. આ ટ્રેન 7 થી 28 માર્ચ, 2025 સુધી ચાલશે. આ જ રીતે ટ્રેન નંબર 04713 બીકાનેર-બાન્દ્રા ટર્મિનસ સ્પેશિયલ દર ગુરૂવારે બીકાનેરથી 15.00 કલાકે ઉપડશે અને બીજા દિવસે 13.40 કલાકે બાન્દ્રા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન 6 થી 27 માર્ચ, 2025 સુધી ચાલશે. આ ટ્રેન બંને દિશાઓમાં બોરીવલી, વાપી, ઉધના, વડોદરા, આણંદ, નડિયાદ, સાબરમતી, મહેસાણા, ભીલડી, રાણીવાડા, મારવાડ, ભીનમાલ, મોદરાન, જાલોર, મોકલસર, સમદડી, લૂણી, જોધપુર, મેડતા રોડ, નાગૌર અને નોખા સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં એસી 2-ટિયર, એસી 3-ટિયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેક્ન્ડ ક્લાસ કોચ હશે. 2. ટ્રેન નંબર 04828/04827 બાન્દ્રા ટર્મિનસ-ભગત કી કોઠી સ્પેશિયલ (અઠવાડિક) (8 ફેરા)ટ્રેન નંબર 04828 બાન્દ્રા ટર્મિનસ-ભગત કી કોઠી સ્પેશિયલ દર રવિવારે બાન્દ્રા ટર્મિનસથી 10.30 કલાકે ઉપડશે અને બીજા દિવસે 04.30 કલાકે ભગત કી કોઠી પહોંચશે. આ ટ્રેન 9થી 30 માર્ચ, 2025 સુધી ચાલશે. આ જ રીતે, ટ્રેન નંબર 04827 ભગત કી કોઠી- બાન્દ્રા ટર્મિનસ સ્પેશિયલ દર શનિવારે ભગત કી કોઠીથી 11.30 કલાકે ઉપડશે અને બીજા દિવસે 07.25 કલાકે બાન્દ્રા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન 8 થી 29 માર્ચ, 2025 સુધી ચાલશે. આ ટ્રેન બંને દિશાઓમાં બોરીવલી, વાપી, ઉધના, ભરૂચ, વડોદરા, સાબરમતી, મહેસાણા, પાલનપુર, આબૂ રોડ, પિંડવાડા, જવાઈ બાંધ, ફાલના, રાની, મારવાડ, પાલી મારવાડ અને લૂણી સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં એસી 2-ટિયર, એસી 3-ટિયર, એસી 3-ટિયર (ઇકોનોમી), સ્લીપર ક્લાસ અને જનરલ સેક્ન્ડ ક્લાસ કોચ હશે. 3. ટ્રેન નંબર 04826/04825 બાન્દ્રા ટર્મિનસ-જોધપુર સુપરફાસ્ટ સ્પેશિયલ (અઠવાડિક) (6 ફેરા)ટ્રેન નંબર 04826 બાન્દ્રા ટર્મિનસ- જોધપુર સુપરફાસ્ટ સ્પેશિયલ બાન્દ્રા ટર્મિનસથી દર મંગળવારે 11.15 કલાકે ઉપડશે અને બીજા દિવસે 04.00 કલાકે જોધપુર પહોંચશે. આ ટ્રેન 11થી 25 માર્ચ, 2025 સુધી ચાલશે.આ જ રીતે, ટ્રેન નંબર 04825 જોધપુર-બાન્દ્રા ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશિયલ દર સોમવારે જોધપુરથી 17.00 કલાકે ઉપડશે અને બીજા દિવસે 09.30 કલાકે બાન્દ્રા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન 10 થી 24 માર્ચ, 2025 સુધી ચાલશે. આ ટ્રેન બંને દિશાઓમાં બોરીવલી, વાપી, ઉધના, ભરૂચ, વડોદરા, સાબરમતી, મહેસાણા, પાલનપુર, આબૂ રોડ, પિંડવાડા, જવાઈ બાંધ, ફાલના, રાની, મારવાડ, પાલી મારવાડ અને લૂણી સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં એસી 3-ટિયર અને સ્લીપર ક્લાસ કોચ હશે. પશ્ચિમ રેલવે 10, 11, 12 માર્ચે ઉધના અને દાનાપુર વચ્ચે એક-એક ખાસ ટ્રેન ચલાવશે. 4. પ્રથમ ટ્રેન 09053 ઉધના-દાનાપુર સ્પેશિયલ સોમવાર, 10 માર્ચના રોજ ઉધનાથી બપોરે 2.15 વાગ્યે ઉપડશે અને બુધવારે બપોરે 12.45 વાગ્યે દાનાપુર પહોંચશે. પરત ફરતી વખતે, 09054 દાનાપુર-ઉધના સ્પેશિયલ બુધવાર, 12 માર્ચના રોજ સવારે 6 વાગ્યે દાનાપુરથી ઉપડશે અને ગુરુવારે બપોરે 2.30 વાગ્યે ઉધના પહોંચશે. 5. બીજી ટ્રેન 09011 ઉધના-દાનાપુર સ્પેશિયલ 11 માર્ચ, મંગળવારના રોજ સવારે 11.25 વાગ્યે ઉધનાથી ઉપડશે અને બુધવારે બપોરે 1.30 વાગ્યે દાનાપુર પહોંચશે. પરત ફરતી વખતે, 09012 દાનાપુર-ઉધના સ્પેશિયલ બુધવાર, 12 માર્ચના રોજ સાંજે 4.45 વાગ્યે દાનાપુરથી ઉપડશે અને ગુરુવારે રાત્રે 11.30 વાગ્યે ઉધના પહોંચશે. 6. ત્રીજી ટ્રેન 09021 ઉધના-દાનાપુર સ્પેશિયલ 12 માર્ચ, બુધવારના રોજ ઉધનાથી બપોરે 2.15 વાગ્યે ઉપડશે અને શુક્રવારે બપોરે 12.45 વાગ્યે દાનાપુર પહોંચશે. પરત ફરતી વખતે, 09022 દાનાપુર-ઉધના સ્પેશિયલ શુક્રવાર, 14 માર્ચના રોજ સવારે 6 વાગ્યે દાનાપુરથી ઉપડશે અને શનિવારે બપોરે 2.30 વાગ્યે ઉધના પહોંચશે. ટ્રેન નંબર 04714નું બુકિંગ ચાલુ છે. તથા ટ્રેન નંબર 04828 અને 04826નું બુકિંગ 8 માર્ચ, 2025થી તમામ પીઆરએસ કાઉન્ટરો અને આઈઆરસીટીસી વેબસાઈટ પર શરૂ થશે. ઉપરોક્ત ટ્રેનો વિશેષ ભાડા પર સ્પેશિયલ ટ્રેનરૂપે ચાલશે. ટ્રેનોના રોકાણ, સમય અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે યાત્રી કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે. એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે
સુરત એસટી વિભાગીય નિયામક પી.વી. ગુર્જરે જણાવ્યું હતું કે, મુસાફરોની ભીડને ધ્યાને લઈને સુરત એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસો પણ દોડાવવામાં આવશે. સુરત એસ.ટી. વિભાગ દ્વારા હોળી-ધુળેટીના પર્વ નિમિત્તે તારીખ 10, 11 અને 12 માર્ચના રોજ એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે. ગત વર્ષે 480 બસોમાં 30 હજાર મુસાફરોએ લાભ લીધો હતો અને 80 લાખની આવક થઈ હતી. આ વર્ષે 550 બસ ચલાવીને 1 કરોડની આવક થવાની સંભાવના છે. એકસ્ટ્રા બસો જેમ જેમ મુસાફરો આવે તેમ તેમ મુકાય
વધુમાં જણાવ્યું હતું કે, સુરત એસટી વિભાગની એસટી આપના દ્વારા યોજના અંતર્ગત જો કોઈ ગ્રુપ દ્વારા 52 લોકો ભેગા થઈને ગ્રુપ બુકિંગ કરવામાં આવે તો તેમની સોસાયટી કે અન્ય જગ્યાએથી કે બસ ઉપાડવામાં આવે છે. નિયમ મુજબ જ આ એક્સ્ટ્રા બસોનું ભાડું હોય છે. રેગ્યુલર જે બસો હોય છે તે ઓનલાઈન હોય છે જોકે આ એક્સ્ટ્રા બસો ઓફલાઈન હોય છે જેમ જેમ મુસાફરો આવતા જાય તેમ તેમ આ બસ મુકવામાં આવતી હોય છે. આખી બસ બુક કરાવનાર માટે એસ.ટી આપના દ્વારે આવશે
એકસ્ટ્રા બસો સાંજે 4 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી દોડાવવામાં આવશે. આખી બસનું ગ્રુપ બુકિંગ કરાવનારને “એસ ટી આપના દ્વારે” અનુસાર તેઓને તેમની સોસાયટીથી તેમના વતન સુધી પહોંચાડશે. તા.10/03/2025થી તા.12/03/2025 દરમિયાન એકસ્ટ્રા ઉપડનાર બસોનું ગ્રુપ બુકિંગ એસ.ટી સેન્ટ્રલ બસ સ્ટેશન સુરત તેમજ અડાજણ બસ પોર્ટ ખાતે આવેલા સુરત સીટી ડેપો ખાતેથી કરવામાં આવશે. ત્રણ દિવસ માટે એકસ્ટ્રા એસ.ટી બસોનું ખાસ આયોજન
એકસ્ટ્રા ઉપડનાર બસોનું એડવાન્સ બુકિંગ એસ.ટી સેન્ટ્રલ બસ સ્ટેશન સુરત, અડાજણ બસ સ્ટેશન, ઉંઘના બસ સ્ટેશન, કામરેજ બસ સ્ટેન્ડ, કડોદરા બસ સ્ટેશન તેમજ નિગમના તમામ બસ સ્ટેશનો ઉપરાંત એસ.ટી.દ્વારા નિમવામાં આવેલા બુકિંગ એજન્ટો, મોબાઇલ એપ, તથા નિગમની વેબસાઇટ www.gsrtc.in ઉપરથી પણ ઓનલાઈન ટિકિટનું બુકિંગ કરી શકાશે. દાહોદ, ગોધરા, ઝાલોદ, પંચમહાલ તરફનું સંચાલન એસ.ટી.સેન્ટ્રલ બસ સ્ટેશનની સામેના ગ્રાઉન્ડ માંથી તેમજ રામનગર ખાતેથી તા.10/03/2025થી તા.12/03/2025 સાંજે 4 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી હાથ ધરવામાં આવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments