કચ્છની ધરતી પર ફરી એકવાર ભૂકંપનો આંચકો અનુભવાયો છે. ભચાઉથી 14 કિલોમીટર દૂર હલરા અને રામપર વચ્ચે મધ્યરાત્રે 1.11 મિનિટે 2.8ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. જે બાદ આજે સવારે 11:12 મિનિટે ભચાઉ નજીક 3 ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો. કચ્છમાં 11 કલાકમાં ભુકંપ ના બે આંચકા નોંધાયા છે. પૂર્વ કચ્છ વાગડ વિસ્તારમાં આંચકા નોંધાયા છે. રાત્રે 1.11 વાગ્યે 2.8 તીવ્રતાનો આંચકો આવ્યાં બાદ આજે 11:12 મિનિટે ભચાઉ નજીક 3 ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો. ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી રિસર્ચ કચેરીના સિસ્મોગ્રાફ મશીન પર આ આંચકો નોંધાયો હતો. આંચકાનું કેન્દ્રબિંદુ ભચાઉથી ઉત્તર-પશ્ચિમ દિશામાં હતું. સ્થાનિક લોકોએ આ આંચકાની કોઈ ખાસ અસર અનુભવી ન હતી અને કોઈ નુકસાની પણ થઈ નથી. કચ્છમાં નિયમિત રીતે નાના-મોટા ભૂકંપના આંચકા નોંધાતા રહે છે. ગત માસની 11 તારીખે રાપર નજીક 2.9ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો. મોટાભાગના આંચકાની અનુભૂતિ સામાન્ય લોકોને થતી નથી, પરંતુ ભૂતકાળમાં આવેલા વિનાશક ભૂકંપની યાદને કારણે લોકોમાં ચિંતા ફેલાઈ જાય છે.