વસ્ત્રાપુર વિસ્તારમાં સુભાષ પાર્ક પાસે ગેસ ગળતરમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે. સાંજે 6 વાગ્યા બાદ સફાઈ માટે ગટર લાઇન સાફ કરવાં ઉતરેલા વ્યક્તિનું ગેસ ગળતર થતાં મોત નીપજ્યું છે. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ખાનગી સોસાયટી દ્વારા મજૂરને બોલાવવામાં આવ્યો હતો. વસ્ત્રાપુર પોલીસે સ્થળ ઉપર પહોંચી તપાસ હાથ ધરી. અત્રે ઉલ્લેખનીય છે કે, ગટર સફાઈ માટે કોઈપણ વ્યક્તિને ગટરમાં ઉતારવા અંગેની મંજૂરી આપવામાં આવતી નથી તેમ છતાં કોઈ ખાનગી સોસાયટી દ્વારા એક વ્યક્તિને ગટરમાં ઉતારતા ઘટના બની છે.