ગઢડામાં એક વિદ્યાર્થીએ કર્તવ્યનિષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ટાવર ચોક વિસ્તારના રહેવાસી મનન મકવાણા ધોરણ 12ની બોર્ડની પરીક્ષા આપી રહ્યો છે. તેના પિતા પરેશભાઈ મકવાણા (ઉંમર 53)નું હાર્ટ એટેકથી અવસાન થયું. મનને પિતાની અંતિમવિધિ કર્યા બાદ તરત જ પરીક્ષા કેન્દ્ર પર પહોંચી છેલ્લું પેપર આપ્યું. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે. દુःખની ઘડીમાં પણ મનને શિક્ષણ પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા જાળવી રાખી છે. ગઢડા નૂતન વિદ્યાલયના આચાર્ય પિનાકિનભાઈ જોષીએ જણાવ્યું કે મનનની કર્તવ્યનિષ્ઠા અને મનોબળની સૌ કોઈ પ્રશંસા કરી રહ્યા છે. આ ઘટના અન્ય વિદ્યાર્થીઓ માટે પણ પ્રેરણારૂપ બની રહેશે.