back to top
Homeગુજરાતગુજરાતમાં G-DOT ગાઈડલાઈન લાગુ:હવે ડોનેટ થયેલી કિડની પર મહિલા અને પુરુષોનો સમાન...

ગુજરાતમાં G-DOT ગાઈડલાઈન લાગુ:હવે ડોનેટ થયેલી કિડની પર મહિલા અને પુરુષોનો સમાન હક

વિજય સિંહ ચૌહાન
ગુજરાત દેશનું પહેલું રાજ્ય છે, જેણે કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે એપ્રિલ 2020માં નોન લિવિંગ કિડની ડોનેશનમાં G-DOT (ડિઝીઝ્ડ ડોનર ઓર્ગન એન્ડ ટિશ્યૂ ટ્રાન્સપ્લાન્ટેશન) ગાઇડલાઇન લાગુ કરી. જેની અસર હવે જોવા મળી રહી છે.
કિડની ડોનેશન બાદ તેના અલોટમેન્ટમાં મહિલાઓને 2 બોનસ પોઈન્ટ અને બાળકોમાં એક્સ્ટ્રા પોઈન્ટની સાથે ફ્રી ટ્રાન્સપ્લાન્ટને કારણે દીકરીઓમાં ટ્રાન્સપ્લાન્ટ વધ્યું છે. આમ આ નવી ગાઈડલાઈન લાગુ કરવામાં આવતા તેના પરિણામ સામે આવી રહ્યા છે. 2020માં ડોનેટ થયેલી કિડની 61 ટકા પુરુષોને અને 38 ટકા મહિલાને મળતી હતી પરંતુ હવે આ રેશિયો 50 ટકાની આજુબાજુ આવી ગયો છે. એટલે કે કહી શકાય કે ડોનેટ થયેલી કિડની પર મહિલા અને પુરુષોનો સમાન હક થયો છે. એટલું જ નહીં, બાળકોમાં ટ્રાન્સપ્લાન્ટને ફ્રી અને સર્જરી પછી ઇમ્યુનોસપ્રેસન્સ દવાઓ માટે ઉંમર 21 વર્ષ કરી દેવામાં આવી ‘દ ક્લે હોર્સ’ ઓર્ગન ડોનેશનને લઈને ભારતમાં બનેલી આ શોર્ટ ફિલ્મ દીકરીઓમાં ઓર્ગન ડોનેશનની વાસ્તવિકતાનું સંવેદનશીલ ચિત્રણ કરે છે. ભારત જ નહીં, વિશ્વના મોટા ભાગના ભાગોમાં ઓર્ગન ડોનેશનને લઈને મહિલા-પુરુષોમાં મોટો ભેદભાવ છે. ખાસ કરીને દીકરો હોય તો પરિવાર ટ્રાન્સપ્લાન્ટ પર ગમે તેટલો ખર્ચ કરવા તૈયાર થઈ જાય છે, પરંતુ દીકરીઓના કેસમાં એવું નથી. ગર્લ ચાઈલ્ડના કેસમાં જી-ડોટ ગાઇડલાઇનના પરિણામ પેનિસિલિનની શોધ જેવા 2012થી અમે કામ કરી રહ્યા હતા કે નોન લિવિંગ (બ્રેન ડેડ) ઓર્ગન ડોનેશનથી જે અંગ મળે છે તેના અલોટમેન્ટમાં પારદર્શિતા હોય અને સ્ત્રી હોય કે પુરુષ, સૌને ઓર્ગન મેળવવાનો હક મળે.
આ માત્ર ભારત જ નહીં સંપૂર્ણ દુનિયાનો ટ્રેન્ડ છે કે લિવિંગ ઓર્ગન ડોનેશનમાં મહિલા દાનદાતા વધારે હોય છે અને દાનમાં ઓર્ગન મેળવવા મામલે ઓછી. 2018માં કેન્દ્રએ તમામ રાજ્યોને સ્ટેટ ઓર્ગન એન્ડ ટિશ્યૂ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઈઝેશન (સોટ્ટો) બનાવવાનું ફરજિયાત કર્યું તો ગુજરાતમાં આ જવાબદારી અમારા સેન્ટરને મળી હતી. આ માટે જે ગાઈડલાઈન બનવાની હતી, તે દરમિયાન એક તક હતી કે જેમાં મહિલાઓ માટે કંઈક કરી શકાય. જેથી તેમાં બ્રેનડેડ વ્યક્તિ પાસેથી મળનારા ઓર્ગન અલોટમેન્ટની સિસ્ટમમાં મહિલાઓ અને બાળકો માટે 2 થી 6 પોઈન્ટ પ્લસ રાખવામાં આવ્યા, જે બાદ મહિલાઓ અને બાળકોને ઓર્ગન મળવાનું સરળ બન્યું.
2020માં ગુજરાત દેશનું પહેલું રાજ્ય હતું જેણે જી-ડોટ ગાઈડલાઈન લાગુ કરી અને તે પછી ટ્રાન્સપ્લાન્ટના આંકડો જુઓ તો સ્પષ્ટ દેખાય છે કે પુરુષ અને સ્ત્રી બંનેને સમાન ઓર્ગન મળી રહ્યા છે. ગર્લ ચાઈલ્ડના કેસમાં તો આ ગાઈડલાઈન પેનિસિલિનની શોધ જેમ છે. એલોટમેન્ટ માટે પોઈન્ટ સિસ્ટમ, સોફ્ટવેર મેચ કરશે 1 જ્યારે પણ કોઈ બ્રેનડેડ ડોનરથી કિડની મળે છે, ત્યારે તેના અેલોટમેન્ટ માટે એક પોઈન્ટ સિસ્ટમ બનાવવામાં આવી છે. જેમાં દાનમાં મળેલી કિડનીની તપાસ કરી હ્યુમન લ્યૂકોસાઈડ એન્ટીજન (એચએલએ-બેસ્ટ મેચ) અને પેનલ રિએક્ટિવ એન્ટિબોડી (પીઆરએ- ઓર્ગનને માટેની પ્રતિરોધ શક્તિ)ની માત્રાની જાણકારી મેળવી વેઈટિંગમાં જે લોકો છે તેમની સાથે મેચ કરવામાં આવે છે. વેઈટિંગ લિસ્ટમાં હજાર વ્યક્તિ હોય પરંતુ 700 નંબરના દર્દી સાથે કિડની મેચ થાય છે તો તેને અલોટ થઈ જતી હતી.
2 આ મેચમાં મહિલાઓને 2 પ્લસ પોઈન્ટનો પ્રાવધાન રાખવામાં આવ્યો છે. બાળકોના કેસમાં 0થી 5 વર્ષ સુધી 6 પોઈન્ટ, 6 થી 10 વર્ષ સુધી માટે 4 અને 10થી 18 વર્ષ સુધી 2 પોઈન્ટ મળે છે. જેને કિડની મળી રહી છે, તે ગર્લ ચાઈલ્ડ છે તો મહિલા અને બાળક બંંનેના પ્લસ પોઈન્ટ આપવામાં આવે છે, આ પોઈન્ટ સિસ્ટમથી તેમને કિડની મળવાની સંભાવના તોડી વધી જાય છે.
3 કિડની અેલોટમેન્ટમાં કોઈ માનવીય હસ્તક્ષેપ નથી થતો. આ માટે એક સરકારી સંસ્થાનમાં સોફ્ટવેર ડેવલપ કરવામાં આવ્યું છે. તેમાં જેવી કોઈ કિડની મળે છે તો તમામ પેરા મીટર અને દર્દીઓના વેઈટિંગ લિસ્ટ નાખીને પ્રોગ્રામ રન કરવામાં આવે છે અને આ બેસ્ટ મેચનું લિસ્ટ બનાવી આપે છે. કિડનીનું વેઈટિંગ લિસ્ટ ફિક્સ હોતું નથી.
(નોંધ: જ્યારે પણ જીવિત વ્યક્તિ પોતાના પરિવારના વ્યક્તિને કિડની ડોનેટ કરે છે ત્યારે તેના નિયમો અલગ છે.)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments