ગોધરા સ્થિત સરકારી આઇ.ટી.આઇ. ખાતે જિલ્લા રોજગાર વિનિમય કચેરી અને સરકારી આઇ.ટી.આઇ.ના સંયુક્ત ઉપક્રમે રોજગાર અને એપ્રેન્ટિસ ભરતી મેળો યોજાયો. આ મેળામાં પંચમહાલ, વડોદરા અને અમદાવાદ જિલ્લાની 24 કંપનીઓએ ભાગ લીધો. કંપનીઓએ 900 જેટલી ટેકનિકલ અને નોન-ટેકનિકલ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરી. મેળામાં હાજર 500 ઉમેદવારોમાંથી 230 ઉમેદવારોની સ્થળ પર જ પ્રાથમિક પસંદગી કરવામાં આવી. કાર્યક્રમ દરમિયાન સરકારી મહિલા આઇ.ટી.આઇ.ના આચાર્ય, જિલ્લા રોજગાર અધિકારી અને અન્ય અધિકારીઓએ ઉમેદવારોને માર્ગદર્શન આપ્યું. તેમણે અનુબંધમ પોર્ટલ, એન.સી.એસ પોર્ટલ અને વિવિધ રોજગાર તથા સ્વરોજગાર યોજનાઓની માહિતી આપી. આ સાથે સ્વ રોજગાર માર્ગદર્શન શિબિર પણ યોજવામાં આવ્યો હતો.