બલૂચ લિબરેશન આર્મી (BLA)એ પાકિસ્તાનના બોલાનમાં જાફર એક્સપ્રેસને હાઇજેક કરી છે. 120 મુસાફરોને બંધક બનાવવાની અને છ લશ્કરી કર્મચારીઓની હત્યા કરવાની જવાબદારી સ્વીકારી છે. આ જૂથે ચેતવણી આપી છે કે તેમની સામે કોઈપણ લશ્કરી કાર્યવાહીમાં તમામ બંધકોને ફાંસી આપવામાં આવશે. એક નિવેદનમાં, BLAએ જણાવ્યું હતું કે ‘અમારા સ્વતંત્રતા સેનાનીઓએ રેલવે ટ્રેકને ઉડાવી દીધો છે, જેના કારણે જાફર એક્સપ્રેસ અટકી ગઈ છે. લડવૈયાઓએ ઝડપથી ટ્રેનનો કબજો લઈ લીધો છે, બધા મુસાફરોને બંધક બનાવી લીધા છે.’ અમે સમાચારને સતત અપડેટ કરી રહ્યા છે.