back to top
Homeદુનિયાફિલિપાઈન્સના પૂર્વ રાષ્ટ્રપતિ દુતેર્તેની ધરપકડ:ICCએ વોરંટ જાહેર કર્યું હતું, મનીલા ઇન્ટરનેશનલ એરપોર્ટ...

ફિલિપાઈન્સના પૂર્વ રાષ્ટ્રપતિ દુતેર્તેની ધરપકડ:ICCએ વોરંટ જાહેર કર્યું હતું, મનીલા ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી પોલીસે કરી ધરપકડ

ફિલિપાઈન્સના પૂર્વ રાષ્ટ્રપતિ રોડ્રિગો દુતેર્તેની ધરપકડ કરવામાં આવી છે. દુતેર્તેની માનવતા વિરુદ્ધના ગુનાના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ (ICC) દ્વારા પૂર્વ રાષ્ટ્રપતિ રોડ્રિગો ડુટેર્ટેની ધરપકડના આદેશ આપ્યા બાદ, ફિલિપાઇન્સ પોલીસે મંગળવારે મનીલા ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી પૂર્વ રાષ્ટ્રપતિ રોડ્રિગો દુતેર્તેની ધરપકડ કરી હતી. ICCએ વોરંટ જાહેર કર્યું હતું ફિલિપાઈન્સની સરકારે પૂર્વ રાષ્ટ્રપતિ રોડ્રિગો દુતેર્તેની ધરપકડની માહિતી આપી છે. ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે દુતેર્તે વિરુદ્ધ વોરંટ જારી કર્યું હતું. આ પછી તેમની ધરપકડ કરવામાં આવી હતી. જણાવીએ કે ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટનું હેડક્વાર્ટર નેધરલેન્ડની રાજધાની હેગમાં છે. ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ પાસે ચોક્કસ સંજોગોમાં નરસંહાર, માનવતા વિરુદ્ધના ગુનાઓ, વોર ક્રાઈમ વગેરે જેવા ગુનાઓ માટે વ્યક્તિઓની તપાસ અને કાર્યવાહી કરવાની સત્તા છે. ફિલિપાઈન્સ સરકારે શું કહ્યું? ફિલિપાઈન્સના રાષ્ટ્રપતિ ફર્ડિનેન્ડ માર્કોસના કાર્યાલય દ્વારા જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે હોંગકોંગથી આવ્યા બાદ દુતેર્તેની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે ઈન્ટરનેશનલ કોર્ટના આદેશથી તેમની સામે કાર્યવાહી કરી હતી. પૂર્વ રાષ્ટ્રપતિ સામે આ આરોપો છે દુતેર્તે પર આરોપ છે કે તેમણે તેમના રાષ્ટ્રપતિના કાર્યકાળ દરમિયાન ડ્રગ્સના વેપાર સામે પગલાં લીધા હતા, જેના પરિણામે મોટા પાયે હત્યાઓ થઈ હતી. ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે 1 નવેમ્બર 2011ના રોજ દુતેર્તે વિરુદ્ધ તપાસ શરૂ કરી હતી. તે સમયે દુતેર્તે ફિલિપાઈન્સના દાવો શહેરના મેયર હતા. ICCની તપાસ 16 માર્ચ 2019 સુધી ચાલુ રહી. દુતેર્તેના રાષ્ટ્રપતિ કાર્યકાળ દરમિયાન ICC તપાસને રદ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જો કે, ICCએ દુતેર્તેની માંગને ફગાવી દીધી હતી. દુતેર્તે 2022માં ફિલિપાઈન્સમાં સત્તા પરથી હટ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments