back to top
Homeગુજરાતભૂવાનું અર્ધ મુંડન કરી મોઢામાં ચંપલ મુકાવી માફી મંગાવી, VIDEO:સુરતમાં વિધિના બહાને...

ભૂવાનું અર્ધ મુંડન કરી મોઢામાં ચંપલ મુકાવી માફી મંગાવી, VIDEO:સુરતમાં વિધિના બહાને પિતરાઈ ભાઈની પત્ની પર તેના જ ઘરમાં દુષ્કર્મ આચર્યું; ધારીના ભૂવાની ધરપકડ

સુરતના કાપોદ્રામાં પિતરાઈ ભાઈના ઘરે મહેમાન બનીને આવેલા અમરેલીના ધારીના ભૂવા ભરત કુંજડિયાએ વિધિના બહાને પરિણીતા સાથે દુષ્કર્મ આચર્યાની ઘટનાથી રોષ ફાટી નીકળ્યો હતો. સુરત અને ધારીમાં આ ભૂવા માટે જનાક્રોશ જોવા મળી રહ્યો છે, જેના પગલે ફરાર થઈ ગયેલો ભૂવો વતન જતા લોકોએ તેને પકડીને અર્ધ મુંડન કરી મોઢામાં ચંપલ મુકાવી માફી મંગાવી હતી. જાન્યુઆરીમાં બનેલી હિચકારી ઘટના અંગે કાપોદ્રા પોલીસે ગુનો નોંધ્યો હતો. ત્યારબાદ અમરેલી પોલીસની એક ટીમને રવાના કરી આ ભૂવાને પકડી પાડવામાં આવ્યો છે. ભૂવો અવારનવાર પરિણીતાને ત્યાં રોકાતો હતો
કાપોદ્રા વિસ્તારમાં રહેતી 42 વર્ષીય પરિણીતાને ત્યાં અવારનવાર અમરેલીના ધારીના નવા ચરખા ગામે રહેતો ફઈજીનો દીકરો એવો ભૂવો ભરત કડવા કુંજડિયા આવતો જતો હતો. આ ભૂવો આ પરિવારનો સંબંધી જ થતો હોવાથી સુરતમાં કોઈ વ્યક્તિને ત્યાં વિધિ કરવા આવવાનું થાય ત્યારે અહીં પણ આવતો અને રોકાતો હતો. ગત 19મી જાન્યુઆરીએ આ ભૂવો વિધિ માટે આવ્યો હતો. તેની સાથે તેમના સેવક તરીકે તેમનો પુત્ર ધ્રૂવ અને સંબંધી અતુલ પણ આવ્યા હતા. થોડાક સમય રોકાયા બાદ યજમાનને ત્યાં વિધિમાં ગયા બાદ 21મીએ પરિણીતાના પતિને બોલાવી એક સંબંધીને ત્યાં લઈ ગયો હતો. દંપતીને નગ્ન કરી વિધિનું નાટક કરી પતિને રૂમની બહાર મોકલી દીધો
રાત્રે આ પરિણીતાના ઘરે જ ભૂવો રોકાઈ ગયો હતો. તે વખતે તમારું ભાગ્ય જાગી ગયું છે, કહી વિધિના બહાને આ દંપતીને એક રૂમમાં લઇ ગયો હતો. અહીં બંનેને નગ્ન કરી વિધિનું નાટક કરી પતિને રૂમની બહાર મોકલી દીધો હતો. પરિણીતા એકલી રહી ત્યારે ભૂવાએ પોતાનો અસલી ચહેરો બતાવ્યો હતો. ‘પોતાને જાગૃત કરી અંદર પ્રવેશ કરાવ, હું તને કશું થવા નહિ દઉં’ તેમ કહી દુષ્કર્મ આચર્યું હતું. પરિણીતાએ પોતાની સાથે થયેલા બળાત્કારને લઈ સોમવારે(10 માર્ચ) રાત્રે કાપોદ્રા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં જ ભૂવો ફરાર થઈ ગયો હતો. ભૂવાએ સમાજની મિટિંગમાં બળાત્કાર કર્યાનું સ્વીકાર્યું
ભૂવાએ જે રીતે વિધિના બહાને દુષ્કર્મ આચર્યું હતું, તેનાથી ધારી અને સુરતના સમાજમાં રોષ ફાટી નીકળ્યો હતો. વિધિના બહાને પરિણીતાને પીંખી નાખ્યા બાદ સુરતથી ભાગી છૂટેલા ભૂવાએ 7મી માર્ચે સીમાડા ગામે મદદ ફાઉન્ડેશનમાં મળેલી સમાજની મિટિંગમાં પોતે બળાત્કાર કર્યાનું સ્વીકાર્યું હતું. ભૂવો વતન અમરેલીના ગામ પહોંચતાં લોકો એટલી હદે રોષે ભરાયા હતા કે, તેને માતાજીના મઢમાં લઇ જઇ અડધો ટકો કરી મોઢામાં ચંપલ મુકાવી માફી પણ મંગાવી હતી. ભૂવાને પકડી સખત સજાની માંગણી કરાઇ રહી છે. ભૂવાએ માફી માગી બઘું બંધ કરવાનું કહ્યું
ભૂવાએ માફી માંગતા જણાવ્યું હતું કે, મારું નામ ભરતભાઈ કડવાભાઇ કુંજડિયા, ગામ નવા ચરખા છે. મેં તાંત્રિક વિધિ કરી હતી, જેની હું માફી માગું છું. હું રણુજાવાળાની સાક્ષીમાં માફી માગું છું. એનો કોઈ ગુનો નહોતો. આ લખાણ મેં કરી દીધું છે. મેં કોઈના દબાણથી કર્યું નથી. રાજીખુશીથી મેં લખાણ કર્યું છે. આજથી હું આ બધું બંધ કરું છું અને માફી માગું છું. પોલીસે કાર્યવાહી શરૂ કરી
પરિણીતા પર દુષ્કર્મ આચરવાનો મામલો ગંભીર હોવાથી ઇન્સ્પેક્ટર એમ.બી. ઔસુરાએ વધુ તપાસ હાથ ધરી એક ટીમ અમરેલી મોકલી હતી. કાપોદ્રા પોલીસની ટીમ આરોપી ભૂવાને પકડી સુરત લઈ આવી હતી. હાલ તો આરોપીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments