મણિપુરના સેનાપતિ જિલ્લામાં BSF જવાનોને લઈ જતી ગાડી ખીણમાં ખાબકી. આ અકસ્માતમાં ત્રણ સૈનિકોના મોત થયા હતા, જ્યારે 13 સૈનિકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ અકસ્માત સાંજે 4 વાગ્યે ઇમ્ફાલ-દિમાપુર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ચાંગોબુંગ ગામ નજીક થયો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, સૈનિકોને લઈ જતી ગાડી ઓવરલોડેડ હતી. બધા સૈનિકો એક જ બટાલિયનના છે અને નાગાલેન્ડના ઝાડીમામાં તૈનાત છે. મણિપુરમાં પરિસ્થિતિ વધુ વણસી ગયા બાદ તેમને રાજ્યમાં પોસ્ટ કરવામાં આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, જવાનો તેમની QRT ફરજ પૂર્ણ કર્યા પછી કાંગપોકપીથી IIIT, માયાંગખાંગ ખાતેના તેમના બેઝ કેમ્પ પરત ફરી રહ્યા હતા. બચાવ કાર્યના ફોટા…