મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં એક દુર્ભાગ્યપૂર્ણ અકસ્માત સર્જાયો છે. બાબલીયા રાજસ્થાન હાઇવે પર પાંડરવાડા ગામ નજીક ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત થયો છે. અકસ્માતમાં રાજસ્થાનના ડુંગા ગામના વતની મોહનભાઈ નાનાભાઈ ખાંટનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું છે. મોહનભાઈ ખરીદી માટે રાજસ્થાનથી ગુજરાત આવી રહ્યા હતા. બનાવની જાણ થતાં બાકોર પોલીસ તુરંત જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે આ અકસ્માત અંગે વધુ તપાસ શરૂ કરી છે અને ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે.