અમદાવાદના ફ્રૂટના વેપારીને હનીટ્રેપમાં ફસાવી યુવતી સહિતની ટોળકીએ દિરહામ, રૂપિયા અને મોબાઈલ ફોન પડાવી લેતા ચકચાર મચી છે. યુવતીએ નોકરીની જરુરિયાત હોવાનું કહી વેપારીને મળવા માટે બોલાવ્યો હતો ત્યારબાદ સિંધુભવન રોડ પર કોફી પીવા ગયા હતા. રાત્રે મોડું થઈ ગયું હોય યુવતીએ વેપારીને ઘરે મૂકી જવા કહ્યું હતું. વેપારી જ્યારે ઘરે મૂકવા જઈ રહ્યા હતા ત્યારે જ આવી ગયેલા કેટલાક શખ્સોએ ગાંધીનગર ક્રાઈમ બ્રાંચના સ્ટાફની ઓળખ આપી વેપારીને આંતરી લીધો હતો અને તેમની પાસે રહેલા દિરહામ, રૂપિયા અને મોબાઈલ ફોન લઈ ફરાર થઈ ગયા હતા. આ મામલે વેપારીએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. અમદાવાદ શહેરમાં ફ્રુટના હોલસેલનો વેપાર કરતા સમીરભાઈ (નામ બદલ્યું છે). એક મિસકોલ આવે છે. સામે વાત કરતી યુવતીએ પોતાનું નામ હિના (નામ બદલ્યું છે )કહ્યું હતું .તેણે એક યુવકનું નામ કહ્યું પરંતુ આ રોંગ નંબર હતો એટલે સમીરભાઈએ ફોન મૂકી દીધો અને તેઓ પોતાના કામે લાગી ગયા હતા. પરંતુ કલાક પછી ફરીથી ફોન આવ્યો અને તેણે કહ્યું કે હું બહુ તકલીફમાં છું.મારે નોકરીની જરૂર છે જો તમે નોકરીની મદદ કરી શકો તો. પરંતુ સમીરભાઈ તેમને ઓળખતા ન હતા અને એને કહ્યું કે તમને કેટલા પગારની નોકરી જોઈએ છે. જેથી સામેથી કહ્યું કે 15- 20 હજારની નોકરી હશે તો ચાલશે તેથી સમીરભાઈએ કહ્યું કે તમારે ઇન્ટરવ્યૂ આપવું પડશે તો એના એ કહ્યું કે મને આવું બધું આવડતું નથી એટલે સમીરભાઈ એ કીધું કે તેના વગર તો નોકરી મળી શકે નહીં. ત્યારબાદ હીનાનો ફોન સતત સમીરભાઈ પર આવવા લાગ્યો અને તેણે એક વખત વીડિયો કોલ કરીને સમીરભાઈ સામે રીતસર રોઈ રહી હતી. જેથી સમીરભાઈ એ કીધું કે હું પ્રયત્ન કરીશ તને નોકરી મળે તે માટે ત્યારબાદ હિનાએ સમીરભાઈને મળવાનું કીધું એટલે હિનાને મળવા સમીરભાઈ એસજી હાઇવે પર આવેલા ગુરુદ્વારા પાસે ગયા હતા. ત્યાંથી હિના તેમની ગાડીમાં બેસી ગઈ હતી અને ત્યારબાદ તેઓ સિંધુભવન રોડ પર આવેલા એક કોફી શોપમાં ગયા હતા. ત્યાં તેમણે કોફી પીધી અને ત્યારબાદ તેને ઉતારવા માટે વૈષ્ણોદેવી સર્કલ પાસે ગયા. આ સમયે હિનાએ સમીરભાઈને રાજસ્થાન જવું હોય તો કહ્યું હતું પરંતુ સમીરભાઈ તેને ના પાડી હતી. સમીરભાઈ જ્યારે ફરી વખત હીનાનો ફોન આવે ત્યારે તેને મળવા ગુરુદ્વારા પાસે ગયા તે સમયે હિના ફરીથી કોફી શોપ પાસે ગયા હતા.ત્યારબાદ હિનાએ કહ્યું કે મારે અત્યારે એક મિત્રને ત્યાં જવું છે મારે મોડું થઈ ગયું છે તમે મને મૂકી જાવ. જેથી તેઓ હીના ને મુકવા માટે વૈષ્ણોદેવી સર્કલ પાસે ગયા હતા. જ્યાં હીનાએ કહ્યું કે હજી મારે આગળ જવું છે અને મને કોઈ વાહન નહીં મળે જેથી તેઓ અડાલજ પાસે ગયા હતા. અડાલજ પહોંચ્યા પછી હિનાએ કહ્યું કે, મારે હજી આગળ રહું છું તો સમીરભાઈ તેને મૂકવા જવાની ના પાડી અને પછી હિનાએ તરત કોઈને ફોન કર્યો અને કહ્યું કે મને આ મૂકવા આવતા નથી એટલે થોડી જ વારમાં એક અર્ટિંગા કારમાં કેટલાક લોકો ત્યાં આવી ગયા હતા અને પોતાની ઓળખ ગાંધીનગર ક્રાઈમ બ્રાન્ચમાં હોવાનું કહીને સમીરભાઈને ધમકાવ્યા હતા અને ગાડી સીધી પોલીસ સ્ટેશન લઈ જવા માટે કહ્યું હતું. ત્યાંથી સમીરભાઈ અને ગાડીમાં બેસાડીને આ લોકો અજાણ્યા જગ્યાએ લઈ ગયા હતા જ્યાં એક ખેતરમાં પહેલાથી બીજા લોકો હાજર હતા. સમીરભાઈ ત્યાં પહોંચ્યા ત્યારે બધાએ તેમને ધોલધપાટ કરવાનું શરૂ કર્યું અને પછી તેમને માર મારતા તેમણે પહેરેલી 16 હજાર રૂપિયાની ઘડિયાળ ₹1,20,000 નો ફોન ત્યારબાદ 600 દિરહામ વિદેશી કરન્સી લઈ લીધી હતી. ત્યારબાદ તેને ત્યાંથી જવા દેવા માટે એક કરોડ રૂપિયાની માંગણી કરી હતી અને જો તે પણ ન આપી શકે તો તેનો ભાઈ વિદેશમાં રહે છે તેવું જાણી લેતા તેને ફોન કરાવ્યો હતો અને તેની પાસે 10,000 યુએસબીટી મંગાવ્યા હતા. આ દરમિયાન લોકો સમીરભાઈને માર મારતા હતા આ સમયે તેને એક છેલ્લો ફોન કરવા માટે આપ્યો હતો તે સમયે સમીરભાઈના પરિચિતે તેમની સાથે વાત કરીને અડધો કલાકનો સમય માંગ્યો હતો અને થોડીવારમાં આ જગ્યા પર ગાડીની લાઈટો દેખાતા સમીરભાઈ નું અપહરણ કરનાર લોકો અને તે યુવતી ત્યાંથી ભાગી ગયા હતા.એટલી વારમાં સમીરભાઈના પરિચિત ત્યાં આવી ગયા અને તેમને બચાવીને પરત લઈ ગયા હતા સમગ્ર મામલે હાલ વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે જ્યારે આખી ટોળકીને પકડવા માટે પ્રયાસો શરૂ કર્યા છે.