માર્ચમાં જ શરુ થઈ હીટવેવની અસરો હવામાન વિભાગે આવતીકાલે કચ્છ, બનાસકાંઠા, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ અને સુરતમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.આ ઉપરાંત અમરેલી, ભાવનગર, કચ્છ સુરત અને બનાસકાંઠામાં વોર્મ નાઇટ રહેશે..તો આગામી 48 કલાક દરમિયાન અનેક જિલ્લાઓનું મહત્તમ તાપમાન 40 ડિગ્રીને પાર કરશે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો ગુજકેટની હોલ ટિકિટ આજથી ડાઉનલોડ થઈ શકશે ગુજરાત બોર્ડ દ્વારા 23 માર્ચે ગુજકેટની પરીક્ષા લેવામાં આવશે.ગુજકેટની પરીક્ષા માટે વિદ્યાર્થીઓ આજથી બોર્ડની વેબસાઈટ પરથી હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકશે.પરીક્ષામાં હોલ ટિકિટ અને ઓળખનો પુરાવો સાથે રાખવો ફરજિયાત છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો SMPIC કોલેજના પ્રોફેસરની શર્મનાક કરતૂત અમદાવાદની SMPIC કોલેજમાં પ્રોફેસરે વિદ્યાર્થિનીને વોટ્સએપ પર મેસેજ કરી બીભત્સ ફોટો અને વીડિયોની માંગણી કરી. વિદ્યાર્થિનીએ ફરિયાદ કરતાં પ્રોફેસરને સસ્પેન્ડ કરી કમિટીને તપાસ સોંપાઈ છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો ફી વધારા મામલે NSUI બાદ હવે ABVP પણ મેદાને ગુજરાત યુનિવર્સિટીમાં ફી વધારા મામલે એનએસયુઆઈ બાદ હવે ABVP એ પણ વિરોધ શરૂ કર્યો.યુનિવર્સિટી ટાવરમાં વિરોધ કરતા કાર્યકરોની પોલીસે સીડીમાંથી ઢસડીને અટકાયત કરી હતી. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો ફરી એક વાર ટેટ 1 પાસ ઉમેદવારો મેદાને ટેટ 1 પાસ ઉમેદવારોએ આજે ફરી ગાંધીનગરમાં ઉગ્ર દેખાવો કર્યા.શિક્ષકોની ભરતીમાં સંખ્યા વધારવાની માગ કરી રહેલા ઉમેદવારોની પોલીસે અટકાયત કરી.. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો કિડની હોસ્પિટલની ભરતીમાં ગોટાળાનો આક્ષેપ અમદાવાદ સિવિલમાં આવેલી IKDRC કીડની હોસ્પિટલમાં 297 લોકોની બારોબાર ભરતી કરાયાનો કોંગ્રેસે આક્ષેપ કરી આરોગ્ય મંત્રી પાસે જવાબ માગ્યો.. કોંગ્રેસનો દાવો છે કે આ તમામ ભરતી કોઈ પણ જાહેરાત આપ્યા વગર જ કરવામાં આવી હતી. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો કચરાના ઢગલામાં આગ લાગતા અફરા તફરી સુરતના સરદારબ્રિજ નીચે કચરાના ઢગલામાં ભીષણ આગ લાગી.ધુમાડાના ગોટેગોટાથી વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા…ફાયરબ્રિગેડે 45 મિનિટમાં આગ પર કાબૂ મેળવ્યો.. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો ગેરકાયદે મોકલનાર બે એજન્ટ સામે FIR સુરતના યુવકને 35 લાખ રુ. લઈ ગેરકાયદે અમેરિકા મોકલાનર બે એજન્ટ સામે એફઆઈઆર દાખલ કરાઈ.. યુવક ખતરનાક જંગલો પાર કરી, અનેક યાતનાઓ વેઠી યુએસ પહોંચ્યો અને પકડાઈ ગયો હતો. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો કોરોનાકાળમાં અપાયેલી સહાયમાં ખૂલ્યો કટકીનો ખેલ રાજકોટમાં કોરોનાકાળમાં ફરજ બજાવતા કર્મચારીના મોત બાદ પરિવારને મળતી સહાયમાં કટકીનો ખુલાસો થયો. PGVCLના 2 અધિકારીની વાઇરલ ઓડિયો ક્લિપમાં CMના વચેટિયાનો ઉલ્લેખ કરાયો.. 25 લાખની સહાયમાં 10 લાખના ઉઘરાણાની વાત ઓડિયોમાં કરાઈ. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો રાજ્યના મંદિરોમાં હોળી-ધૂળેટી પર ખાસ આયોજન હોળી -ધૂળેટી પર દ્વારકા અને ડાકોરમાં કાળિયા ઠાકોર ભક્તો સાથે હોળી રમશે.બંને મંદિરોના દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે.તો શામળાજીમાં 13 તારીખે સાંજે મંદિર પરિસરમાં હોળી પ્રગટાવશે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો