back to top
Homeગુજરાતરાપર તાલુકાનાં બેલા ગામે સગીરની હત્યા:તીક્ષ્ણ હથિયાર વડે ગળું કાપ્યું, ઉપરાઉપરી છરીના ઘા...

રાપર તાલુકાનાં બેલા ગામે સગીરની હત્યા:તીક્ષ્ણ હથિયાર વડે ગળું કાપ્યું, ઉપરાઉપરી છરીના ઘા ઝીંક્યા

કચ્છના વાગડ વિસ્તારમાં ગતરોજ પ્રથમ વખત પોષડેડાનાં વાવેતરનો પર્દાફાશ થયાની ગણતરીના કલાકો બાદજ તાલુકાના બેલા ગામે માત્ર 12 વર્ષનાં સગીરની તીક્ષ્ણ હથિયાર વડે ગળું કાપી ને હત્યા કરાતા ખળભળાટ મચ્યો હતો. પ્રાથમિક વિગતો મુજબ ગતરોજ બપોરનાં અરસામાં રાપર તાલુકાનાં બેલા ગામ ખાતે આવેલ બિલેશ્વર મહાદેવ નાં બગીચા પાસે એક સગીર નો મૃતદેહ પડ્યો હોવાની જાણ પરિવાર જનો અને બાલાસર પોલીસને કરાઈ હતી. જેથી તાત્કાલિક ઘટના સ્થળે પરિવારજનો અને પોલીસ પહોંચી હતી, જ્યાં બેલા ગામની અલીયાજીની વસ્તીમાં રહેતા પ્રવીણ નામેરી રાઠોડ (ઉ.વ.13) નામ નાં સગીરનો મૃતદેહ તીક્ષ્ણ હથિયારનાં ઘા મરાયેલ લોહી લુહાણ હાલતમાં પડ્યો હતો. જેને રાપર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો, જ્યાં હાજર મરણ જનારના ભાઈ દ્વારા જાણવા જોગ બાલાસર પોલીસમાં કરતાં બાલાસર પોલીસ દ્વારા પોસ્ટમોટમ સહિતની કામગીરી હાથ ધરી હતી. માત્ર તેર વર્ષનાં સગીર ની હત્યા કરાતા પોલીસ બેડામાં ભારે દોડ ધામ મચી પડી હતી, કારણ કે હત્યારાઓ દ્વારા સગીરને ગળાનાં ભાગે ઉપરા ઉપરી તીક્ષ્ણ હથિયાર થી ઘા મરાયા હતા, તો હાથની હથેરી ઓ ઉપર અને પેટના ભાગે પણ ઊંડા ઘા માર્યાના નિશાન જોવા મળ્યા હતા. આટલા ઘા મારવા પાછળ નો શું ઉદેશ્ય હશેમ તે હજુ અકબંધ રહ્યો હતો. કારણ કે માત્ર તેર વર્ષની ઉંમર નાં સગીર ઉપર આટલી નિર્દયતા પ્રુવક જનુની રીતે હુમલો થતા પોલીસ ખુદ ચોંકી ઉઠી હતી. આ મામલે બાલાસર પોલીસે ત્રણ યુવકને પૂછપરછ કરી હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. આરોપીઓમાં એક તો કોટુબિક કાકાનો દીકરો હોવાનું સૂત્રો જણાવી રહ્યા હતા, જોકે આરોપીઓ પણ સગીર વયનાં હોવાનું જાણવા મળી રહ્યું છે. ઓનલાઈન ગેમ કારણ બની : મૃતકનો ભાઇ
રાપર સરકારી હોસ્પિટલ ખાતે લવાયેલ સગીરનાં મૃતદેહ બાબતે તેના ભાઈએ જણાવ્યું કે સગીર છઠા ધોરણમાં ભણતો હતો. સવારે અમારી સાથે જીરું વાઢવા આવ્યો હતો અને બપોરે ઘરેથી જમીને તેના મિત્રો સાથે નજીક આવેલ બિલેશ્વર મહાદેવનાં મંદિર પાસે આવેલ બગીચામાં ગેમ રમતા હતા, જ્યાં કોઈ કારણોસર સગીર ઉપર હુમલો કરીને મોતને ઘાટ ઉતારાયો હોય તેવું નજીકના લોકો સાથે વાતચીતમાં જણાવી રહ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments