વડોદરા શહેરની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીને ત્રણ વર્ષ (2025-2028) માટે બરોડા ક્રિકેટ એસોસિએશન (BCA) સાથેના MOU કર્યું છે. આ ભાગીદારીનો હેતુ વિદ્યાર્થીઓ માટે ક્રિકેટની તકો વધારવા અને રમતગમતની શ્રેષ્ઠતાને પ્રોત્સાહન આપવાનો છે. MS યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રો. ધનેશ પટેલ, રજિસ્ટ્રાર ડૉ. કે.એમ. ચુડાસમા (રજિસ્ટ્રાર, MSU), જોઇન્ટ રજિસ્ટ્રાર ડૉ. મયંક વ્યાસ, ડૉ. હરજીત કૌર અને BCAના સેક્રેટરી અજીત લેલેની હાજરીમાં MOU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. MS યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને વડોદરાના ભાવિ ક્રિકેટ સ્ટાર્સના ભલા માટે તમામ શરતો પર સંમતિ આપવામાં આવી છે. ગ્રાઉન્ડની માલિકી અને કબજો મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા પાસે રહેશે. કરારમાં પ્રોફેશનલ કોચ અને ટ્રેનર્સ જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે. ગ્રાઉન્ડ અને પીચની જાળવણી બીસીએ કરશે. MOUની મુખ્ય વિશેષતાઓ